________________
ધુમ્મસવાળું વાતાવરણ હોય, ઝાકળ પડતું હોય તો ઉપાશ્રયની બહાર નીકળવું નહીં. સ્થડિલ-માત્રુ વિ. અનિવાર્ય કાર્ય આવી પડતાં આખા શરીરે કામળી ઓઢી જયણાપૂર્વક જવું. લાઈટમાં કંઈ પણ વાંચવું નહીં. લાઈટનો ઉપયોગ કરવો નહીં. પાણી વાપર્યા બાદ ગ્લાસ રૂમાલથી એકદમ કોરો કરી લેવો, એંઠો ગ્લાસ માટલામાં નાંખવો નહીં. કામળીકાળમાં બહારથી આવ્યા બાદ કામળી થોડો સમય દોરીખીંટી વિ. ઉપર છૂટી કરી રાખવી (સીધી ગડી ન કરવી). દોરી વિ. ઉપર સૂકવેલાં કપડાં સુકાતાં તુરંત લઈ લેવાં, ફર ફર . ફફડતા રહેવાથી વાયુકાયની વિરાધના થાય. ટપાલ, કાગળ આવશ્યક કારણ સિવાય લખવા નહીં, ફોન કરાવવો નહીં. કોઈ પણ ઈલેકટ્રોનિક આઈટમ વાપરી શકાય નહીં. કપડાં વિ. સૂકવવા દોરી બાંધી હોય તો સૂર્યાસ્ત પૂર્વે છોડી નાંખવી જોઈએ. થંક-ગળફો-શ્લેષ્મ વિ. નિર્જીવ માટીમાં નાંખી તેની ઉપર પગથી માટીનાંખવી જોઈએ. પરસેવાવાળાં કપડાં તુરંત સૂકવી દેવાં, ભીનાં ને ભીનાં ગડી કરવાં નહીં, સુકાઈ જતાં તુરંત લઈ લેવાં. ગરમી લાગતાં કપડાં પૂંઠા વગેરેથી પવન નાંખવો નહીં. કપડાં જાટકવાં નહીં. તિર્યંચને પણ સ્પર્શ થાય નહીં.
૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org