________________
११२
अथ स्थानमुक्तासरिका આગમથી ઉપયોગ રહિત તે દ્રવ્યેન્દ્ર તેની જેમ ભાવેન્દ્રના કાર્યો (ક્રિયાઓ) માં પ્રવૃત્તિ રહિત. તથા અતીત કાલમાં (થયેલ) ભાવેન્દ્રના પરિણામ (પરંતુ વર્તમાન ક્ષણમાં તેવા પરિણામથી શૂન્ય) એવું જેનું શરીર અથવા આત્મ દ્રવ્ય તે તદુભય વ્યતિરિક્ત દ્રવ્યેન્દ્ર. જ્ઞશરીર દ્રવ્યેન્દ્રની માફક જાણવું.
વળી જે ભવિષ્યમાં ઇન્દ્ર પર્યાયને યોગ્ય પુદ્ગલની રાશિ, અને જે ભવિષ્યમાં ઇન્દ્ર પર્યાયને પ્રાપ્ત થનાર જે આત્મદ્રવ્ય તે તદુભયવ્યતિરિક્ત દ્રવ્યેન્દ્ર. ભવ્ય શરીર દ્રવ્યેન્દ્રની માફક જાણવું.
તે ભાવીન્દ્ર પર્યાય યોગ્ય દ્રવ્યેન્દ્ર અવસ્થાના ભેદથી ત્રણ પ્રકારે છે. (૧) એક ભવિક, (૨) બદ્ધાયુષ્પ, (૩) અભિમુખનામ ગોત્રરૂપ. તેમાં
(૧) એક ભવિકા - એક તે જ ભવ ગયે છતે અર્થાત્ જે અનંતર (આના પછીના તરતના) ભવમાં જ ઈન્દ્ર પણે ઉત્પન્ન થશે. તે એક ભવિક. તે એક ભવિક ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ પર્વતના આયુષ્યવાળા હોય છે. દેવગુરૂ વગેરેના યુગલિકને ભવનપતિ વગેરેના ઇન્દ્રપણાને ઉત્પન્ન થવાનો સંભવ છે માટે.
(૨) બદ્ધાયુષ્ક - વળી એક ભવિક જ ઈન્દ્રના આયુષ્યને બાંધ્યા પછી, અમુક આયુષ્ય બાંધ્યું માટે “બદ્ધાયુ” કહેવાય છે.
કારણ કે આગળ આ કાલ વિશેષથી (વધારે કાલ પર્યન્ત) આયુષ્યના બંધનો અભાવ હોવાથી તે ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વના ત્રીજા ભાગ પર્યત હોય છે.
(૩) અભિમુખ નામ ગોત્ર - અભિમુખ = સન્મુખ. સન્મુખ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પછી ભાવપણાએ ઈન્દ્ર સંબંધી નામ અને ગોત્ર જેને છે તે અભિમુખનામ ગોત્ર.
તથા ભાવ ઐશ્વર્યથી યુક્ત તીર્થંકરાદિ ભાવેન્દ્રની અપેક્ષાએ, અપ્રધાનપણાથી શક્ર વગેરે (ઇન્દ્રો) પણ દ્રવ્યક્ત જ છે. દ્રવ્ય શબ્દની “અપ્રધાન અર્થમાં પણ પ્રવૃત્તિ છે.
ભાવેન્દ્ર તો અહીં ત્રણ સ્થાનકના અનુરોધથી કહ્યા નથી. તેનું લક્ષણ :- આ ભાવ ઐશ્વર્યની ક્રિયાના અનુભવ લક્ષણના પરિણામને આશ્રયીને અથવા ઐશ્વર્યના પરિણામ વડે ઇન્દ્ર થાય છે તે ભાવ અને ભાવ એવો જે ઈન્દ્ર તે ભાવેન્દ્ર. કહ્યું છે. માવો વિક્ષત કિયાડનુભૂતિયુ દિ વૈ સમાધ્યતિઃ |
सर्वज्ञैरिन्द्रादिवदिहेन्दनादि क्रियानुभवात् ॥ વિવક્ષિત ક્રિયાની અનુભૂતિ યુક્ત સર્વજ્ઞો વડે તે ભાવ કહેલ છે. જેમ ઐશ્વર્ય આદિ ક્રિયાની અનુભૂતિથી ઈન્દ્ર એ ભાવેન્દ્ર કહેવાય છે.
૧. આયુષ્યનો બંધ વર્તમાન ભવના ત્રીજા ભાગે પડે છે. તેથી આગળ આયુષ્યનો બંધ પડે નહીં. ઉત્કૃષ્ટ આયુષ્ય ક્રોડ પૂર્વનું હોય, તેથી વિશેષ આયુષ્યવાળા મનુષ્ય તિર્યંચો નિરૂપક્રમ આયુષ્યવાળા યુગલિક હોય છે. તેના આયુષ્યનો બંધ છ માસ શેષ આયુષ્ય હોય ત્યારે પડે છે.