Book Title: Sutrarth Muktavali Part 02
Author(s): Vijaylabdhisuri, Vikramsenvijay Gani
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 518
________________ ५१२ सूत्रार्थमुक्तावलिः ઉપરોક્ત શ્રમણ્ય પર્યાયવાળા મહાવીર પ્રભુએ (૪૩0000) નરકાવાસની સંખ્યા કહી છે. તે હવે કહે છે. પ્રથમ, ચતુર્થ અને પંચમ પૃથિવી એટલે રત્નપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા નામની પૃથ્વીમાં.. નરકરૂપ આવાસોની સંખ્યા કહે છે. જેમાં (નરકના જીવો) વસે તે આવાસ કહેવાય છે. તેમાં રત્નપ્રભા પહેલી નરક પૃથ્વીમાં ૧૩ પ્રતરો છે. પ્રતિરો એટલે ઘરના માળ જેવા વિભાગો તેમાં પહેલા પ્રતરમાં - પૂર્વ વગેરે ચારેદિશામાં પ્રત્યેકમાં ૪૯-૪૯ નરકાવાસો છે. ચારે ય દિશાઓમાં પ્રત્યેકમાં ૪૮-૪૮ નરકાવાસો છે. મધ્યભાગમાં – સીમન્તક નામનું મુખ્ય નરકાવાસ, છે. પ્રથમ પ્રસ્તરમાં આવલિકામાં રહેલા નરકાવાસો. ટોટલ ૩૮૯ છે. અને ત્યારબાદ બાકીના ૧૨ પ્રસ્તરોમાં પ્રત્યેક દિશા અને વિદિશાઓમાં એક એક ઓછા કરવાથી પ્રત્યેક પ્રતરે આઠ આઠથી હીને નરકાવાસો છે તેથી રત્નપ્રભા પૃથ્વીમાં સર્વ સંખ્યા મેળવતા ૪૪૩૩ નરકાવાસો છે. બાકી પ્રકીર્ણક નરકાવાસો ૨૯ લાખ ૯૫ હજાર પ૬૭ છે. ૪૪૩૩+૨૯,૯૫,૫૬૭ અને મેળવો તો ૩૦ લાખ નરકાવાસ થાય. પંકપ્રભા ચતુર્થ નરકભૂમિમાં ૭ પ્રસ્તરો છે. પ્રથમ પ્રસ્તરમાં પ્રત્યેક દિશામાં શ્રેણિબદ્ધ ૧૬૧૬ નરકાવાસો છે. અને વિદિશામાં ૧૫-૧૫ નરકાવાસો છે. અને મધ્યમાં એક નરકેન્દ્રક (નરકાવાસ મુખ્ય) હોય છે. આમ બધી સંખ્યા મેળવતા પ્રથમ પ્રસ્તરમાં ૧૨૫ નરકાવાસ છે. બાકીના ૬ પ્રસ્તરોમાં ક્રમસર નીચે નીચે પ્રત્યેકમાં આઠ આઠ નરકાવાસ ઓછા કરતા જવાના તેથી સાતે સાત પ્રસ્તરોના નરકાવાસોની સર્વ સંખ્યા ૭૦૭ થાય છે તેમજ પુષ્પની જેમ છુટા છવાયા વેરાયેલા પ્રકીર્ણક નરકાવાસો ૯,૯૯, ૨૯૩ થાય છે. ૭૦૦ અને ૯,૯૯,૨૯૩ મેળવવાથી (ચોથી નરકમાં) ૧૦,00000 (દસ લાખ) નરકાવાસોની સંખ્યા થાય છે. ધૂમપ્રભા નામની પાંચમી નરકભૂમિમાં પાંચ પ્રસ્તર છે. તેના પ્રથમ પ્રસ્તરમાં પ્રત્યેક દિશામાં શ્રેણિબદ્ધ ૯૯ નારકાવાસ છે પ્રત્યેક વિદિશાઓમાં શ્રેણિબદ્ધ ૮/૮ નરકાવાસ છે. અને મધ્ય ભાગમાં ૧ નરકેન્દ્રક (મુખ્ય નરકાવાસ) છે. આમ સર્વ સંખ્યાથી ૬૯ નરકાવાસ થાય છે. બાકીના ચાર પ્રસ્તરોમાં ક્રમસર નીચે નીચે પ્રત્યેક પ્રસ્તરે આઠ આઠ ઓછા નરકાવાસો દિશા-વિદિશામાં સમજવા તેથી પાંચે પાચ પ્રસ્તરના ભેગા થઈ સર્વસંખ્યાથી ૨૬૫ નરકાવાસો છે. અને પુષ્પોની જેમ છુટા છવાયા વેરાયેલા પ્રકીર્ણક નરકાવાસોની સંખ્યા ૨,૯૯,૭૩૫ છે. ૨૬૫ + ૨,૯૯,૭૩૫ એમ ઉભય સંખ્યા મેળવીએ તો સર્વ સંખ્યાથી ૩ લાખ નરકાવાસ થાય છે. પ્રથમ નરક ભૂમિના ૩૦ લાખ નરકાવાસો ચતુર્થ નરક ભૂમિના ૧૦ લાખ નરકાવાસો પંચમ નરક ભૂમિના ૩ લાખ નરકાવાસો

Loading...

Page Navigation
1 ... 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586