Book Title: Sutrarth Muktavali Part 02
Author(s): Vijaylabdhisuri, Vikramsenvijay Gani
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 548
________________ ५४२ सूत्रार्थमुक्तावलिः તો સ્વામિ-સેવક-પિતા-ગુરુ-શિષ્ય-પત્ની-પતિ-શત્રુ વગેરે લેખના અનેક વિષયોને તેવા તેવા પ્રકારના પ્રયોજનોથી પણ લેખ એટલે કે અક્ષર વિન્યાસો અનેક પ્રકારના કહ્યા છે. અતિપતલા, અતિજાડા, નાના, મોટા, વાંકી પંક્તિવાળા, જે અસમાન અક્ષરો છે. તે પણ સમાન કરવા, અને અક્ષરના અવયવોને ભેગા ભેગા લખવા, આ બધા અક્ષરના દોષો છે. ૨. ગણિતકલા - સંખ્યા ગણતરી કરવી તે ગણિત છે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર વગેરે. વિવિધ શૈલીઓથી પ્રસિદ્ધ અનેક પ્રકારનું ગણિત છે. તે આવડવું તે એક કલા છે. ૩. રૂપ્ય કલા – લેખ = લાખ વગેરે પત્થર, સુવર્ણ, રૂપું, વસ્ત્ર કે કાગળ વગેરે ચિત્રોમાં રુપનું નિર્માણ કરવું. આકૃતિઓ બનાવવી તે રુખ્ય કલા છે. ૪. અભિનય યુક્ત કે અભિનય વિના તાંડવ વગેરે (નૃત્ય) (ભરતના નાટ્ય શાસ્ત્રથી પ્રદર્શિત) નાટ્યકલા છે. તો ગંધર્વોની કલા ગાવાની કલા તે ગીતકલા છે. તો તત વિતત શુષિર ઘન વગેરે વિવિધ વાજિંત્રોને વગાડવાની આવડત તે વાઘકલા છે. ગીતના મૂળમાં રહેલા પડ઼જ ઋષભ વગેરે સ્વરોનું જ્ઞાન તે સ્વરગત કલા છે. મૃદંગ મુરજ વગેરે ભેદવાળી પુષ્કરગત કલા કહેવાય છે. મૃદંગ, મુરજ વગેરે વિષયક વિજ્ઞાન. આ મૃદંગ વગેરે પરમ સંગીતના અંગ છે તે જણાવવા વાદ્યકલામાં હોવા છતાં, આ પુષ્કરગત કલાનું પૃથકથન કરાયું છે. ગીતાદિ વગેરેનો એક લયાત્મક કાળમાન એટલા તાલ તે તાલ ન ન્યૂન અને ન અધિક માત્રામાં છે... તે જેનાથી જણાય તે સમતાલ વિજ્ઞાન છે. ઘૂતકલા = પ્રસિદ્ધ છે. જનવાદ = એ ચૂતવિશેષ પાશકલા પણ પ્રસિદ્ધ છે. અષ્ટાપદકલા = ચોપાટ (સારિફલઘુત), દકમૃત્તિકા = જલમિશ્રિત માટીમાં નિર્મળતા કરે તેવા વિવેક દ્રવ્યથી પાણી માટી જુદા કરવા રૂપ કલા. અન્નવિધિ = રસોઇયાકલા. પાનવિધિ = દક મૃત્તિકાકલાથી ચોખ્ખું કરેલું જલ સંસ્કારિત કરવું તે. વસ્ત્રવિધિ = પરિધાનને લાયક વસ્ત્રના નવખુણે દેવ ગણ મનુષ્યગણ રાક્ષસગણ વગેરેને યથાસ્થાન સ્થાપિત કરવાનું વિજ્ઞાન. શયનવિધિ = પલંગ વગેરે કેવી રીતે બનાવવો તે કલા “થવાષ્ટવમુરાસ તુ: પરિત્યમ્ | બકુત્તાતંતૃપાપાં મૃદતી શા નપાય તે.” વગેરે વગેરે શયન-પલંગ બનાવવાની કલા... આર્યા ૭-૪ લઘુ ગુરુ વગેરે ગણ વ્યવસ્થાથી બંધાયેલી માત્રા છન્દ રૂપ આર્યા હોય છે (તે આર્યા રચવાની કલા) પ્રહેલિકા = ૧. છોડાઓથી મુક્ત અંદરના ઉદરમાં રહેલા આઠ યુવપ્રમાણ એક કર્માગુલ છે. તેવા ૧૦૦ અંગુલની મોટી શધ્યા રાજાઓ માટે જય કરનારી થાય છે.

Loading...

Page Navigation
1 ... 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586