________________
११०
अथ स्थानमुक्तासरिका ઇન્દ્ર એવું અક્ષરાત્મક લખેલું (કોઈ સ્થળે પત્રાદિમાં ઇન્દ્ર શબ્દની અક્ષર પંક્તિ) તે નામ ઇન્દ્ર.
અથવા સચેતન કે અચેતન વસ્તુનું ઇન્દ્ર એવું નામ યથાર્થ કરાય છે તે - નામ અને નામવાળાના અભેદ ઉપચારથી નામથી જે ઇન્દ્ર તે નામ ઇન્દ્ર. અથવા ઈન્દ્રનો જે અર્થ ઐશ્વર્ય તે અર્થથી રહિત માત્ર નામથી જ ઇન્દ્ર તે નામ ઇન્દ્ર છે.
નામના લક્ષણનો શ્લોક :यद्वस्तुनोऽभिधानं स्थितमन्यार्थे तदर्थनिरपेक्षम् । पर्यायानभिधेयश्च नाम यादृच्छिकञ्च तथा ॥इति।। જે વસ્તુનું નામ દા.ત. ઐશ્વર્યથી ઇન્દ્ર એવું યથાર્થ નામ, અયથાર્થ ગોપાળ આદિમાં “ઈન્દ્ર' ઇત્યાદિ સ્થાપેલું નામ, (અહીં ગોપાળ આદિમાં તે અર્થ ન હોવાથી ફક્ત નામથી જ ઇન્દ્ર)
વસ્તુના પર્યાયો કહેવા, દા.ત. ઇન્દ્ર શબ્દના પર્યાયો ચક્ર, પુરંદર વિગેરે અર્થાત્ યથાર્થપણે બીજે સ્થળે શક્ર વગેરે (દેવેન્દ્રો) માં જ (ખરા અર્થથી) રહેલું છે.
યાદચ્છિક = અર્થ વગરનું “ડિત્ય' આદિ જે નામ તે નામ કહેવાય છે.
સ્થાપના :- ઇન્દ્રાદિના અભિપ્રાયથી જે સ્થાપના કરાય છે તે સ્થાપના લેપ્યાદિકર્મ (ચિત્ર આદિ, માટી વિગેરેથી બનાવેલ) જે ઇન્દ્ર તે જ સ્થાપના ઇન્દ્ર.
ઇન્દ્રની પ્રતિમા - ઇન્દ્રના આકાર સહિત તે સ્થાપના ઈન્દ્ર અને ઇન્દ્રના આકાર રહિત જે અક્ષ વગેરેનું સ્થાપન કરવું તે (થોડા કાલની) સ્થાપના.
સ્થાપનાનું લક્ષણ :यत्तु तदर्थवियुक्तं तदभिप्रायेण यच्च तत्करणि । लेप्यादि कर्म तत् स्थापनेति क्रियतेऽल्पकालं च ॥
જે (ઇન્દ્રાદિ શબ્દ તેના પર્યાયો - શક્ર, પુરંદર વગેરેથી ન કહેવાય) ના અર્થથી રહિત અને સદ્ભૂત ઇન્દ્રાદિના આશય વડે તેની આકૃતિ જે લેપ્યાદિ કર્મરૂપ તે સ્થાપના અલ્પકાલ પર્યંત કરાય છે.
દ્રવ્ય દ્રવ્યનું લક્ષણ :भूतस्य भाविनो वा भावस्य हि कारणं तु यल्लोके । तद् द्रव्यं तत्त्वज्ञैः सचेतनाचेतनं गदितम् ॥
લોકમાં જે ભૂતકાળના કે ભાવિના પર્યાયો ભાવના કારણ છે તેને સચેતન, અચેતનને તત્ત્વના જાણકારોએ દ્રવ્ય કહ્યું છે.