Book Title: Sutrarth Muktavali Part 02
Author(s): Vijaylabdhisuri, Vikramsenvijay Gani
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 577
________________ ५७१ समवायांगसूत्र પ્રશ્ન તો પ્રસિદ્ધ જ છે. તે પ્રશ્નોનું કથન કરવું આમ પ્રશ્ન અને વ્યાકરણના યોગથી પ્રશ્નવ્યાકરણ શબ્દ બન્યો. આ પ્રશ્નવ્યાકરણસૂત્રમાં અંગુઠ બાહુ પ્રશ્ન (અંગુઠામાં જોઈને બાહુ વગેરેમાં પ્રશ્નો પૂછવાથી તેના જવાબ મળે) વગેરે મંત્રવિદ્યાઓ પ્રશ્ના કહેવાય છે. અને જે વિદ્યાઓ મંત્ર વિધિ પ્રમાણે જપો... અને પૂછ્યા વિના પણ તમારા શુભાશુભને કહે છે તે વિદ્યાઓ અપ્રશ્ના કહેવાય છે ને વળી અંગુષ્ઠ વગેરેમાં પૂછોને જવાબ આપે. અને અંગુઠ પ્રશ્નનો અભાવ હોય તો પણ જાપ માત્રથી શુભાશુભને કહે એવી વિદ્યાઓ ને પ્રશ્નાપ્રશ્ના કહેવાય છે. તેમજ બીજા પણ વિદ્યા અતિશયો (પ્રભાવો) જેમ કે સ્તબ્બન કરવું, વશીકરણ કરવું, વિદ્વેષીકરણ કરવું, કોઈનું ઉચ્ચાટન (મારણાદિ) વગેરે કરવું અને ભવનપતિ વિશેષ નાગ અને સુપર્ણના યક્ષો સાથે સાધકોના તાત્વિક શુભ અને અશુભને લગતા આલાપ સંલાપો આ બધી બાબતો પ્રશ્નવ્યાકરણ નામના દશમા અંગ વર્ણવાય છે. अथैकादशाङ्गवक्तव्यतामाख्यातिशुभाशुभकर्मणां फलविपाको विपाकश्रुते ॥१८॥ शुभेति, विपचनं विपाक:-शुभाशुभकर्मपरिणामस्तत्प्रतिपादकं श्रुतं विपाकश्रुतम्, तस्मिन् फलरूपो विपाको द्विविधो दुःखविपाकः सुखविपाकश्चेति, तत्र दुःखविपाकानां नगरोद्यानचैत्यवनखण्डराजानो मातापितरौ समवसरणानि धर्माचार्या धर्मकथा नगरगमनानि संसारप्रबन्धो दुःखपरम्परा वर्ण्यन्ते तथा सुखविपाकानां नगरादयः समवसरणधर्माचार्यधर्मकथा इहपरलौकिकर्द्धयः प्रव्रज्या श्रुतपरिग्रहास्तपोपधानानि परित्यागाः प्रतिमाः संलेखनाः भक्तप्रत्याख्यानानि पादपोपगमनानि देवलोकगमनानि सुकुलप्रत्यायातिः, पुनर्बोधिलाभोन्तक्रिया उपवर्णिता विस्तरेण ॥९८॥ હવે અગ્યારમું અંગ (વિપાકસૂત્ર) તેની વક્તવ્યતા કહે છે. વિપીન - વિપાક = શુભ અશુભ કર્મના પરિણામો... ફલો... તેનું પ્રતિપાદક શ્રુત એટલે વિપાકહ્યુત તે વિપાકમાં ફલ રૂપે વિપાક બે પ્રકારનો છે એક તો દુઃખવિપાક અને બીજો સુખવિપાક. (વિપાક શ્રુતમાં) તેમાં દુઃખવિપાકના સંબંધી નગરો, ઉદ્યાનો, વનખંડો, ચૈત્યો, રાજા, માતપિતા, સમવસરણો, ધર્માચાર્યો, ધર્મકથાઓ નગરગમનો, સંસારનો પ્રબંધ વગેરે દુઃખ પરંપરા વર્ણવાય છે. તેમજ સુખવિપાક સંબંધી નગર વગેરે સમવસરણ ધર્માચાર્ય ધર્મકથા વગેરે આલોકની ઋદ્ધિ વગેરે. દીક્ષા ગ્રુત પરિગ્રહ તપ ઉપધાન, વિવિધ ત્યાગ, પ્રતિમાઓ, સંલેખના ભક્તપ્રત્યાખ્યાનો

Loading...

Page Navigation
1 ... 575 576 577 578 579 580 581 582 583 584 585 586