________________
स्थानांगसूत्र
३५३
જીવ, અજીવ, નોજીવના ભેદરૂપ ત્રણ રાશિનો સમુદાય તે ત્રિરાશિ તેનું પ્રયોજન છે જેઓને તે બૈરાશિક. અર્થાત્ ત્રણ રાશિની પ્રરૂપણા કરનારા.
(૭) અબદ્ધિક નિન્તવ :- જીવને કર્મ માત્ર સ્પર્શેલ છે - સ્પર્શ માત્ર છે પણ બદ્ધ નથી - બંધાયેલ નથી તેવી પ્રરૂપણા કરનાર. જીવ વડે કર્મ સ્પર્શાયેલું છે પરંતુ સ્કંધના બંધની જેમ બાંધેલું નથી તે અબદ્ધ છે જેઓના મતમાં તે અબદ્ધિકો અર્થાત્ જીવને સ્પર્શેલ કર્મના વિપાકને (અનુભવને) પ્રરૂપનારા. ૧૯૧||
अथैकाकिविहारप्रतिमायोग्यमष्टस्थानाश्रयेणाह
श्रद्धासत्यमेधाबहुश्रुतशक्तिनिष्कलहधृतिवीर्यसम्पन्न एकाकिविहारप्रतिमायोग्यः
૫૧૧૨૦
श्रद्धेति, एकाकिनो विहारो ग्रामादिचर्या स एव प्रतिमाऽभिग्रह एकाकिविहारप्रतिमा जिनकल्पप्रतिमा मासिक्यादिका वा भिक्षुप्रतिमा तदाश्रयेण ग्रामादिषु चरितुं योग्य इत्यर्थः । श्रद्धा-तत्त्वेषु श्रद्धानमास्तिक्यमित्यर्थः, अनुष्ठानेषु वा निजोऽभिलाषस्तद्वत् सकलनाकिनायकैरप्यचलनीयसम्यक्त्वचारित्रमित्यर्थः । सत्यं सत्यवादित्वं प्रतिज्ञाशूरत्वात् सद्भ्यो हितत्वाद्वा सत्यम्, मेधा-श्रुतग्रहणशक्तिः, बहुश्रुतं प्रचुर आगम: सूत्रतोऽर्थतश्च, तच्चोत्कृष्टतोऽसम्पूर्णदशपूर्वधरं जघन्यतो नवमस्य तृतीयवस्तु, शक्तिः पञ्चविधा तुलना 'तपसा सत्त्वेन सूत्रेणैकत्वेन बलेन च । तुलना पञ्चधा उक्ता जिनकल्पं प्रतिपद्यमानस्य' इति । निष्कलहमल्पाधिकरणम्, धृतिश्चित्तस्वास्थ्यमरतिरत्यनुलोमप्रतिलोमोपसर्गसहत्वं, वीर्यमुत्साहातिरेकः, एवंविधगुणविशिष्टोऽनगारः सर्वप्राणिनां रक्षणक्षमो भवति स त्वेकाकियोग्यः ॥१९२॥
વિશિષ્ટ ગુણવાળો અણગાર એકલ વિહારીની પ્રતિમાને સ્વીકારીને વિચરવા માટે યોગ્ય છે તે આઠ સ્થાનને આશ્રયીને આઠ પુરુષ જણાવતા કહે છે.
એકાકીપણે વિહાર એટલે ગામ આદિમાં વિચરવું તે. પ્રતિમા એટલે અભિગ્રહ. તે જ એકાકી વિહાર પ્રતિમા, જિનકલ્પ પ્રતિમા અથવા માસિકી (મહિનાની) આદિ ભિક્ષુની પ્રતિમાને સ્વીકારીને ગામ આદિમાં વિચરવા માટે યોગ્ય છે. તે
(૧) શ્રદ્ધાવાળો પુરૂષ :- શ્રદ્ધા એટલે તત્ત્વોમાં આસ્તિક્ય - શ્રદ્ધાવાળો. અથવા અનુષ્ઠાનોમાં પોતાની રૂચિવાળો. સકલ દેવના નાયકો વડે પણ ચલાયમાન કરાવી શકાય નહીં એવા સમ્યક્ત્વ
ચારિત્રવાળો.
(૨) સત્યવાદી પુરૂષ :- સત્ય એટલે પ્રતિજ્ઞામાં શૂર હોવાથી (પ્રતિજ્ઞાનો નિર્વાહ કરનાર) અથવા જીવોને હિતકર એવું સત્ય બોલનાર.