Book Title: Sutrarth Muktavali Part 02
Author(s): Vijaylabdhisuri, Vikramsenvijay Gani
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 573
________________ समवायांगसूत्र ५६७ पराङ्मुखीभूतानां घोरैः परीषहैः पराजितानामत एव प्रतिरुद्धसिद्धालयमार्गगतीनां तुच्छेषु विषयसुखेष्वाशावशदोषेण मूच्छितानां विराधितज्ञानदर्शनचारित्राणां संसारेऽनन्तक्लेशरूपासु नारकतिर्यक्कुमानुषकुदेवत्वरूपासु दुर्गतिषु परिभ्रमणं व्याख्यायते, तथा धीराणां सुगत्यादीनि 7 ||૬|| હવે છઠ્ઠા અંગ (જ્ઞાતાધર્મકથાંગ) ની વક્તવ્યતા (વાતો) જણાવે છે. જ્ઞાત = ઉદાહરણોથી પ્રધાન ધર્મકથા એનું નામ છે જ્ઞાતાધર્મકથા અથવા આ અંગનો પ્રથમ શ્રુતસ્કંધ જ્ઞાત = ઉદાહરણોને કહેનારો છે અને દ્વિતીય શ્રુતસ્કંધ ધર્મકથાનો કહેનારો છે. તેથી જ્ઞાતો અને ધર્મકથાઓ... એમ બન્ને મળી જ્ઞાતા ધર્મકથા શબ્દ બન્યો. (જ્ઞાતામાં દીર્ઘત્વ છે.) તે જ્ઞાન - સંજ્ઞા (નામ) છે માટે. (વ્યાકરણના નિયમથી થયેલો છે) તે જ્ઞાતાધર્મકથાંગમાં ઉદાહરણ રૂપ બનેલા મેઘકુમાર વગેરેના નગર વગેરે વર્ણનનું વ્યાખ્યાન કરાય છે. કર્મનું વિનયન (નિર્જરા) કરનારા અર્થાત્ વિનયકરણ (કર્મ નિર્જરાકારી) એવા જિનેશ્વર પરમાત્માના શ્રેષ્ઠ શાસનમાં દીક્ષિત બનેલા. પરંતુ સંયમની પ્રતિજ્ઞા પાળવામાં જેઓ ધૃતિથી દુર્બલ બન્યા છે મતિથી દુર્બલ બન્યા છે. વ્યવસાયથી દુર્બલ થયેલા છે. તેમાં ધૃતિ એટલે ચિત્તનું સ્વાસ્થ્ય મતિ એટલે બુદ્ધિ અને વ્યવસાય એટલે અનુષ્ઠાનમાં (ક્રિયા + પાલન) ઉત્સાહ, આ ત્રણેય બાબતમાં દુર્લભ બનેલા (તે દીક્ષિતો..) વળી તપનિયમ નિયંત્રિત તપ, તપઉપધાન = અનિયંત્રિત તપ તેમાં... પરામુખ બનેલા અને ધોર પરીષહોથી હારી ગયેલા અને એથી જ જેમની મોક્ષમાર્ગમાં ગતિ રૂંધાઈ ગઈ છે. (એવા એ દીક્ષિતો) = તેમજ “હમણાં સુખ મળશે હમણાં સુખ મળશે” એવા પ્રકારની આશાને આધીન થઇ તુચ્છ એવા વિષયસુખમાં મૂર્છિત બની / આસક્ત બની જેમણે જ્ઞાન દર્શન ચારિત્રની વિરાધના કરી છે એવા એવા વ્યક્તિઓનું આ સંસારમાં અનંતકલેશ રૂપ ના૨ક તિર્યંચ કુમનુષ્ય કુદેવ રૂપ દુર્ગતિઓમાં પરિભ્રમણ. આ અંગમાં વર્ણવાય છે. તેમજ જે ધીર વ્યક્તિઓ છે તેઓની સુગતિ વગેરે પણ વર્ણવાય છે. II૯૩ા अथ सप्तमाङ्गवक्तव्यतामाविष्करोति उपासकानां नगरादीनि शीलव्रतविरमणगुणप्रत्याख्यानपौषधोपवासश्रुतपरिग्रहतपउपधानप्रतिमादय उपासकदशासु ॥९४॥

Loading...

Page Navigation
1 ... 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586