________________
( ૧૨ )
'
સુભાષિત-પદ્ય-રત્નાકર.
आदिशक्तिर्जिनेन्द्रस्य, आसने गर्भसंस्थिता । सहजा कुलजा ध्याने, पद्महस्ता वरप्रदा
ધ્યાન વખતે જિનેશ્વર પ્રભુના પરિકરની ગાદીના મધ્યભાગમાં જે દેવી આ બને રહેલી છે, તે (જિનેશ્વર પ્રભુની) સાથેજ ઉસન્ન થયેલી, ઉંચા કુળવાળી, કમળયુક્ત હાથવાળી અને વરદાન દેનારી એવી, આદિશક્તિ શારદા મૃત દેવી છે. ૧૨. धर्मचक्रमिदं देवि !, धर्ममार्गप्रवर्तकम् । सत्त्वं नाम मृगस्सोऽयं मृगी च करुणा मता ॥१३॥
હે દેવી! આ ધર્મચક્ર, ધર્મ માર્ગનું પ્રવર્તક-ચલાવનાર છે. આ સત્ત્વ નામને મૃગ છે અને કરુણા નામની મૃગલી છે. ૧૩. अष्टौ च दिग्गजा एते, गजसिंहस्वरूपतः । आदित्याद्या ग्रहा एते, नवैव पुरुषाः स्मृताः ॥१४॥
આ હાથી અને સિંહના સ્વરૂપવાળા આઠ દિશારૂપી હાથીઓ (દિગ્ગજો) છે, અને જે આ નવ પુરુષો છે તે સૂર્ય વગેરે નવ ગ્રહ છે. ૧૪. यक्षोऽयं गोमुखो नाम, आदिनाथस्य सेवकः। यक्षिणी रुचिराकारा, नाम्ना चक्रेश्वरी मता ॥१५॥ - આ ગેમુખ નામનો યક્ષ છે જે આદિનાથ-2ષભદેવ પ્રભુને સેવક છે, અને આ સુંદર આકાર વાળી યક્ષિણે કેશ્વરી નામની દેવી લેકમાં પ્રસિદ્ધ છે. ૧૫.