________________
શિવ-પાર્વતી-સંવાદ. ( ૧૩૧ ) બધાય દિગ્ધાલોમાં, સંપૂર્ણ ગ્રહોમાં, બધા દેવે અને ઈન્દ્ર-ઉપેન્દ્રોમાં પણ આ પ્રભુ, હમેશાં પ્રસિદ્ધ છે. ૩૨. इति श्रुत्वा शिवाद् गौरी, पूजयामास साऽऽदरम् । स्मरन्ती लिङ्गरूपेण, लोकान्ते वासिनं जिनम् ॥३३॥
બૈરી-પાર્વતી, મહાદેવથી આ પ્રકારે વર્ણન સાંભળીને, લેકના અન્ત ભાગમાં–મેક્ષમાં રહેનારા આ જિનેશ્વર પ્રભુને જ્યોતિ રૂપવડે સ્મરણ કરવા સાથે માનપૂર્વક પૂજવા લાગી. ૩૩. ब्रह्मा विष्णुस्तथा शक्रो लोकपालास्सदेवताः। जिनार्चनरता एते, मानुषेषु च का कथा ? ॥३४ ॥
બ્રહ્મા, વિષ્ણુ, શક અને દેવતાઓ સહિત બધા લોકપાલે પણ આ જિનેશ્વર પ્રભુની પૂજામાં તલ્લીન થયેલા છે, તે પછી મનુષ્યની તો વાત જ શી ? ૩૪. जानुद्वयं शिरश्चैव, यस्य घृष्टं नमस्यतः। जिनस्य पुरतो देवि !, स याति परमं पदम् ॥ ३५ ॥
હે દેવી! જિનેશ્વર પ્રભુને નમસ્કાર કરતા એવા જેમના બે જાનુઓ–ઢીંચણ અને મસ્તક ઘસાયાં છે, તેઓ શ્રેષ્ઠ એવા મોક્ષપદને પામે છે. ૩૫.