________________
શિવ-પાર્વતી-સંવાદ. .
( ૧૨૯)
આ પાછળ રહેલા જે દેવો છે તે ઉત્તમ એવા મેક્ષપદને માગે છે. એ પ્રકારે સર્વ ગુણોથી યુક્ત અને સર્વ પ્રકારની સિદ્ધિને દેનારા આ પ્રભુ છે. ૨૪.
एष एव महादेवि !, सर्वदेवनमस्कृतः। गोप्याद् गोप्यतरः श्रेष्ठो व्यक्ताव्यक्ततया स्थितः ॥२५॥
હે મહાદેવી ! આ જ પ્રભુ બધા દેવોથી નમસ્કાર કરાયેલા છે; જેઓ રક્ષણીય વસ્તુઓમાં પણ સર્વથી વધારે રક્ષણય હોવાથી શ્રેષ્ઠ છે, અને જેઓ પ્રગટ અને અપ્રગટ સ્વરૂપવડે સ્થિત છે. ૨૫.
आदित्याद्या भ्रमन्त्येते, यं नमस्कर्तुमुद्यताः। कालो दिवस-रात्रिभ्यां यस्य सेवाविधायकः ॥२६ ।। वर्षाकालोष्णकालादिशीतकालादिवेषभृत् । यत्पूजार्थं कृता धात्रा, आकरा मलयादयः ॥२७॥
જે પ્રભુને નમસ્કાર કરવાને ઉદ્યમશીલ એવા આ સૂર્યો ભ્રમણ કરી રહ્યા છે. વર્ષાકાલ, ઉષ્ણકાલ, અને શતકાલરૂપી વેષને ધારણ કરીને આ કાળ–સમય દિવસ તથા રાત્રિવડે કરીને જેમની સેવા કરનારે છે, તેમજ જેમની પૂજા–સેવા માટે બ્રહ્માજીએ ખાણ અને મલયાદિ પર્વતો બનાવ્યા છે. ર૬-ર૭. काश्मीरे कुङ्कुमं देवि!, यत्पूजार्थं विनिर्मितम् । रोहणे सर्वरत्नानि, यद्भूषणकृते व्यधात्... ॥२८॥