Book Title: Subhashit Padya Ratnakar Part 05
Author(s): Vishalvijay
Publisher: Vijaydharmsuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 206
________________ અબ્દ-પ્રાચીન-જૈન-લેખ-સન્તાહ - આ ગ્રન્થમાં આબુનાં જૈન મંદિરના પ્રાચીન સર્વ શિલાલેખ, તેનું ગુજરાતી ભાષાન્તર તથા ઐતિહાસિક ફૂટનેટે આપવામાં આવેલ છે. પ્રારંભમાં શિલાલેખો સંબંધી અનેક પ્રકારની અનુક્રમણિકાઓ આપી ગ્રન્થને ઉપયોગી બનાવવા માટે ઈતિહાસ–પ્રેમી વિદ્વાન મુનિરાજ શ્રી જયન્તવિજયજી મહારાજે અત્યંત મહેનત લીધી છે, પૃષ્ઠ સંખ્યા ૭૫૦ સુંદર બાઈડીંગ રૂપિયા ત્રણ. ઉત્તરાધ્યયન સૂત્ર સટીક-ભાગ ૧-૪. કમલસંયમી સંસ્કૃત ટીકા સાથે પ્રસ્તુત આગમ ગ્રન્થ ઈતિહાસપ્રેમી વિદ્વાન મુનિરાજ શ્રી જયન્તવિજયજી મહારાજે સુન્દર રીતે એડીટ કર્યો છે. આ કમળસંયમી ટીકા ઘણી સહેલી અને સુંદર છે. આમાં પ્રાચીન કથાઓનો સંગ્રહ પણ સારો છે. વ્યાખ્યાન-ઉપદેશને માટે ઉપયોગી છે. પ્રત્યેક ભાગનું મૂલ્ય સાડા ત્રણ રૂપિયા. સુભાષિત પદ્યરત્નાકર ભાગ ૧-૨-૩ જુદા જુદા સેંકડો વિષયના હજારો લોકોને સંગ્રહ, ગુજરાતી અનુવાદ અને કોનાં સ્થાનો સાથે, આ સંગ્રહમાં આપવામાં આવેલ છે. અત્યાર સુધીમાં નિકળેલા અનેક સુભાષિત સંગ્રહોમાં વિદ્વાનોએ આનું સ્થાન સૌથી પહેલું મૂકયું છે. ઉપદેશકેને માટે તે અત્યન્તજ ઉપયોગી છે. વર્ષો સુધી વ્યાખ્યાન કરવાં હોય તો બીજું પુસ્તક હાથમાં લેવાની જરૂર ન પડે. આને જેનારા જોઇ શકશે કે કેટલા પરિશ્રમપૂર્વક આના સંપાદક અને અનુવાદક અનિરાજશ્રી વિશાળવિજયજીએ આ ભાગે તૈયાર કર્યા છે. ઊંચા ગ્લેઝ કાગળ, ચારસો ચારસો પાનાને એક એક ભાગ, પાકું કપડાનું બાઈન્ડીંગ. ઉત્તમ છપાઈ અને દરેક રીતે સુંદર હોવા છતાં કિમત દરેક ભાગની માત્ર સવા વા રૂપિયો છે. ચોથા ભાગ પણ બહુજ જલદી બહાર પડશે.

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210