Book Title: Shalibhadra Mahakavyam
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Samkhiyali Jain Sangh Samkhiyali

View full book text
Previous | Next

Page 546
________________ પ્રકમ-૫ शालिभद्र महाकाव्यम् BACA SUR 8282828282828282828282828282 દેવવાણી જેવી માની વાણી સાંભળી બૃહસ્પતિસમો શાલિભદ્ર દરરોજ એક-એક પત્ની છોડવા લાગ્યો. // ૧૩૯ો. વિશ્વમાં આશ્ચર્યરૂપ પોતાના સુખમાં લીલાપૂર્વક છેદરૂપ રેખા આપનારી અતિસૂક્ષ્મ અને કોમળ રોમવાળી સાક્ષાત ચિત્રકારની પીંછી જેવી તળાઇ (પથારી) તે છોડવા લાગ્યો. ગૌણાર્થ : સમસ્ત ચિત્રમાં લીલાપૂર્વક રેખા દોરનારી અતિસૂક્ષ્મ અને કોમળ વાળવાળી, ચિત્રકારની પીંછી તે છોડવા લાગ્યો. || ૧૪૦ || આ બાજુ આ જ રાજગૃહીમાં દેવાંગનાઓથી અધિક રૂપાળી સુભદ્રા નામની શાલિભદ્રની નાની બેન છે. | ૧૪૧ || પુણ્યના પાણી માટે સરોવર સમો, લક્ષ્મીરૂપી માલતીના ફૂલ માટે વસંતઋતુ સમો, સૌજન્યવાન, નરશ્રેષ્ઠ ધન્ય’ તેનો પતિ હતો. || ૧૪૨ || એક વખતે તે આનંદથી સ્નાન કરી રહ્યો હતો ત્યારે તેના ખભા પર સુભદ્રાની આંખમાંથી કંઇક ગરમ આંસુના ટીપા પડ્યા. || ૧૪૩ છે. સુખમાં મીંડા જેવા આ ટીપાઓને જાણતા ધન્યકુમારે પ્રિયાને કહ્યું : પ્રિયે ! તારી આંખરૂપી કમળમાંથી ભમરા જેવા આંસુના ટીપા કેમ નીકળે છે ? || ૧૪૪ || સુભદ્રાએ જવાબ આપ્યો : હે નાથ ! મારો ભાઇ શાલિભદ્ર દીક્ષા લેવાની ભાવનાથી, સ્નેહરૂપી સોનાની પરીક્ષામાં એક કસોટી પત્થરની પટ્ટી જેવી, ધૂતારા કામદેવને સંમોહિત કરવામાં મોહનવેલી (વશીકરણ કરવાની જડીબુટ્ટી) જેવી એકેક પથારી અને એકેક પત્નીને છોડી રહ્યો છે, તેથી દુ:ખભરી હું રડી રહી છું. // ૧૪૫ / ૧૪૬ // 8A%A88888A YAUAAAAAAAA || ૮ ||

Loading...

Page Navigation
1 ... 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624