Book Title: Shalibhadra Mahakavyam
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Samkhiyali Jain Sangh Samkhiyali

View full book text
Previous | Next

Page 623
________________ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282 તમારી આજે બાલ્યાવસ્થા છે. બાળપણ જીવનનો સુવર્ણકાળ છે, નિર્દોષ આનંદ અને સોનેરી સ્વપ્રોનો આ કાળ છે. જિંદગીમાં માત્ર એક જ વાર આવે છે. મોટા થયા પછી ગમે તેટલી ઇચ્છા કરશો, પણ બાળપણ ફરીને આવવાનું નથી. અત્યારે તમે જેવા સંકલ્પો કરશો તેવું જ તમે તમારું ભાવિ ઘડી શકશો. તમે જ તમારા ભાવિના ઘડવૈયા છો. અત્યારનું જીવન જેમ ભૂતકાળનું પરિણામ છે, તેમ તે ભવિષ્યકાળનું બીજ પણ છે. તમારા અત્યારના સંકલ્પો એ જ તમારા ભવિષ્યના બીજ છે. તમારે કેવા સંકલ્પો કરવા તે બતાવું? તમે જે ગામમાં રહો છો એ મનફરામાં જ સંકલ્પના બી છૂપાયેલા | છે, તમારા ભવિષ્યનું માર્ગદર્શન પણ છૂપાયેલું છે. “મ... ન...ફ...રા...' આ ચાર અક્ષરોનો સંદેશો સાંભળો : “મ' કહે છે. મહાન બનો. આ જીવન શુદ્ર કીટની જેમ પસાર કરવા માટે નથી મળ્યું, પણ મહાન બનવા માટે મળ્યું છે. તમારે મહાન બનવું છે ને ? મહાન તો બનવું છે પણ મહાન કોને કહેવાય ? શું ગાંધી, નહેરુ કે સરદાર બની જવાથી મહાન બનાય છે ? પણ બધા જ કાંઇ ગાંધી બની શકતા નથી, બધા જ કાંઇ નેતા નથી બની શકતા, પણ ગુણથી મહાન તો જરૂર બની શકે. મહાનતાના માર્ગો શી રીત જવાય ? શિક્ષણ દ્વારા જયારે તમારામાં માનવતા આવે ત્યારે તમે મહાનતાના માર્ગો છો, મહાન બનવા સત્તાની સ્પર્ધા કરવી પડે છે એવું નથી, એક સાચો ખેડૂત, સાચો વેપારી કે સાચો કડીઓ પણ મહાન છે. પોતાની કક્ષાએ મહાન છે, જો એ ગુણોથી સમૃદ્ધ હોય અને સત્તાના સિંહાસન પર બેઠેલો માણસ (ભલે લોકો એને મહાન કહેતા હોય) પણ હેવાન છે, જો એ ગુણહીન હોય. મહાન થવું એટલે ગુણસમૃદ્ધ થવું. ગુણસમૃદ્ધ શી રીતે થવાય ? એનો જવાબ પણ “મનફરામાં જ છે. 8A%A88888A YAUAAAAAAAAA // કરૂ II

Loading...

Page Navigation
1 ... 621 622 623 624