Book Title: Shalibhadra Mahakavyam
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Samkhiyali Jain Sangh Samkhiyali

View full book text
Previous | Next

Page 605
________________ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 પરિશિષ્ટ-૧ મનફરાની ગૌરવગાથા ભારતની પશ્ચિમ દિશાએ આવેલો રળિયામણો કચ્છ દેશ એના ભૌગોલિક સ્થાન, એની ભાષા અને એના રિવાજોથી સૌથી નિરાળો તરી આવે છે. જયાં વિજય શેઠ – વિજયા શેઠાણી, દાનવીર જગડુ શાહ, શેઠશ્રી કેશવજી નાયક, શેઠશ્રી નરશી નાથા તથા પૂ.આ.શ્રી વિજયપ્રભસૂરિજી, પૂ. દાદાશ્રી જીતવિજયજી, પૂજય શ્રી કનકસૂરિજી મ.સા. જેવા નરરત્નો પેદા થયા છે તે કચ્છ દેશ ખૂબ જ પ્રાચીન છે. એની પ્રાચીનતાના પુરાવા જૈન આગમોમાં પણ જોવા મળે છે. ‘જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ નામના આગમમાં ભરત ચક્રવર્તીના દિગ્વિજયના વર્ણનમાં કચ્છ દેશનો ઉલ્લેખ મળે છે. અહીં જૈન ધર્મ પણ પ્રાચીન કાળથી પળાતો આવ્યો છે. કચ્છ તથા સૌરાષ્ટ્રના આભીરો (આજની ભાષામાં આહિરો) જૈન ધર્મ પાળતા હતા – એવો ઉલ્લેખ આવશ્યક સૂત્રની ચૂર્ણિમાં જોવા મળે છે. ઇ.સ.ના પહેલા સૈકામાં (ભ.શ્રી મહાવીર સ્વામીના નિવણથી ૫૦૦ વર્ષ પછી) પ્લીની નામના ગ્રીક પ્રવાસીએ, તેણે કરેલી ભારત યાત્રાના વર્ણનમાં કચ્છ દેશને ‘અભિવિયા' તરીકે ઓળખાવેલ છે. ૪૫૦૦ વર્ષ પહેલાના હડપ્પાના અવશેષોમાં મળેલા સિક્કા તથા મુદ્રાઓમાં પણ શ્રી જિનેશ્વર દેવોની પ્રતિમા અંકિત થયેલી જોવા મળે છે તથા શ્રી આદિનાથ ભગવાનનું લાંછન ‘ઋષભ' પણ જોવા મળે છે. આ પુરાવાઓ કહે છે કે આ કચ્છ દેશમાં વર્ષોથી જૈનોનો વસવાટ છે. ARRARAUAYA8A828282828282828 Il gi

Loading...

Page Navigation
1 ... 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624