Book Title: Shalibhadra Mahakavyam
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Samkhiyali Jain Sangh Samkhiyali

View full book text
Previous | Next

Page 587
________________ પ્રકમ-૭ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 હવે પતિના અનુસરણથી જાણે પાતળી બનેલી, શાલિભદ્રની કીર્તિ જેવા સફેદ વસ્ત્રો પહેરનારી, ચંદનનાં વિલેપનોથી પ્રેમરૂપ ક્ષીર સમુદ્રની ભરતી સમી, પહેરેલી મોતીઓની માળાઓથી ચોથા આરાની વેલડીઓ જેવી, ઘૂંઘટથી ઢંકાયેલા મુખવાળી, નિશ્ચલ ભક્તિવાળી ભદ્રાની પુત્રવધુઓ વંદન કરવા માટે ઘરની બહાર નીકળી સાસુની પાછળ ભ. શ્રીમહાવીરસ્વામી તરફ ચાલવા લાગી. || ૪૪ ||. ૪૫ / ૪૬ છે. ત્યાર પછી અભયકુમારની સાથે શ્રેણિક મહારાજા ભ. શ્રીમહાવીરદેવને વંદન કરવા ભદ્રા સાથે ત્યાં આવ્યા. // ૪૭ | શ્રી મહાવીરસ્વામીને વિધિપૂર્વક વંદન કરી ભદ્રાએ સાધુઓની સભા તરફ સ્નેહાળ નજર નાખી. સમુદ્રની ભરતી તરફ જેમ કાચબી નજર નાખે. / ૪૮ || પોતાના સગાંવહાલાંઓ વગરની નગરી જેવી, પોતાની પાસે પૈસા ન હોય ત્યારે ચાલતા સુકાળ જેવી, શાલિભદ્ર વગરની સભા જોઇ ભદ્રા વિષાદ પામી. || ૪૯ // શંકિત મનવાળી સાર્થવાહી ભદ્રાએ પ્રભુને જણાવ્યું : પ્રભો ! સુસંયમી તે ધન્ના અને શાલિભદ્ર મહામુનિ ક્યાં છે. || ૫૦ || સુંદર મુનિ-જીવનથી સારી રીતે માધુકરી વૃત્તિનું પાલન કરતા (નિર્દોષ ગોચરી વહોરતા) મમતા-રહિત તે મુનિઓ મારે ઘેર કેમ ન આવ્યા ? || ૫૧ || 8A%A88888A YAUAAAAAAAA / ૬૬૧ ||

Loading...

Page Navigation
1 ... 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624