Book Title: Shalibhadra Mahakavyam
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Samkhiyali Jain Sangh Samkhiyali

View full book text
Previous | Next

Page 602
________________ પ્રકમ-૭ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 શ્રી નાગેન્દ્ર નામના ગચ્છરૂપી ક્ષીર-સમુદ્રમાં ઐરાવણ હાથી સમા, ફેલાતી જતી લક્ષ્મી (આંતર) અને કીર્તિ વડે મશહૂર શ્રી હેમપ્રભસૂરિજી થયા. તેમની પાટે સ્કુરાયમાન ગૌરવવાળા આચાર્યશ્રી ધર્મઘોષસૂરિજી શોભતા હતા. અને તેમના પાટરૂપી ઉદયાચલ પર સૂર્ય સમા શ્રી સોમપ્રભ સૂરિજી શોભતા હતા. / ૧૫૦ / જે આચાર્યની કંઠપીઠિકાવાળા મઠનો સરસ્વતીએ આશ્રય કર્યો છે એટલે શું તેઓ બ્રહ્મા છે ? જેમનાં ચરણકમળની સેવામાં લક્ષ્મી તત્પર રહે છે માટે શું તેઓ વિષ્ણુ (લક્ષ્મીપતિ) છે ? ગંગા જેવી ગોરી (સફેદ અને પાર્વતી) કીર્તિ વડે જેઓ પૂજાયેલા છે માટે શું તેઓ મહેશ (ગૌરીપતિ) છે? ખરેખર શ્રી સોમપ્રભસૂરિદેવ પંડિતો અને દેવોમાં અગ્રેસર છે. (બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ દેવોમાં અગ્રેસર ગણાય છે.) || ૧૫૧ ||. શ્રી સોમપ્રભસૂરિજીના પટ્ટરૂપી પર્વત પર જેઓ શિખર સમા છે, દંભરૂપી જંભ નામના દૈત્યથી જેમની લક્ષ્મી હારેલી નથી, જેમનો આશય સમ્યગુ જ્ઞાનમાં લીન છે, તે ઇન્દ્ર સમા પૂજય શ્રીમાન વિબુધપ્રભસૂરિજી અત્યારે વિજયવંતા વર્તી રહ્યા છે તેમની આજ્ઞા પ્રાપ્ત કરીને સદા સરસ્વતીના ધ્યાનથી ધર્મકુમાર નામના મુનિએ શાલિભદ્રની લીલાને બતાવનારી આ કથા રચી છે. || ૧૫ર // ઘરડી કુંવારી સ્ત્રી જેવી આ કથા કાવ્યના દોષોથી ભરેલી અને કાવ્યોના અલંકારોથી રહિત હતી, પણ શ્રી પ્રદ્યુમ્નમુનિની કૃપાથી (આ કાવ્યનું સંશોધન પ્રદ્યુમ્ન-મુનિએ કર્યું છે) તે હાથમાં પકડવાને યોગ્ય વાંચવા લાયક) થઇ. ARRARAUAYA8A82828282828282888 ITY

Loading...

Page Navigation
1 ... 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624