Book Title: Shalibhadra Mahakavyam
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Samkhiyali Jain Sangh Samkhiyali

View full book text
Previous | Next

Page 600
________________ પ્રક્રમ-૭ शालिभद्र महाकाव्यम् 828282 8282828282828282828282828282 આ વિમાનમાં બીજા કોઇ સ્વામીનું નામ પણ નથી, તેથી અહીં રહો-એમ કહીને જાણે અનુત્તર દેવલોકની લક્ષ્મીએ અનુત્તર (અનુપમ) શાલિભદ્ર મુનિને પોતાને ત્યાં સ્થાપિત કર્યા. // ૧૪૦ //. તેત્રીશ સાગરોપમ સુધી સુખ-સમુદ્રમાં રહેવા છતાં પણ તે ધન્ય અને શાલિભદ્ર દેવને આસક્તિના તરંગો સ્પર્શી શક્યા નહિ. // ૧૪૧ // શાલિભદ્ર અને ધન્નાનું સુખ વ્યામોહના જોરદાર બરફથી, માયાની બળબળતી લુથી, ગુસ્સાના ભયંકર તડકાથી, મદોના રોગથી, પશ્ચાત્તાપોના પંખીઓથી કે ઈષ્યના વંટોળથી નષ્ટ થયું નહિ. આથી જ તે સુખ અલૌકિક સૌમનસ (મેરુ પર્વત પર રહેલું તે નામનું વન) વન કહેવાય છે. (સામાન્ય વનને લૂ, બરફ, તડકો, પંખી, વંટોળ વગેરેથી નુકશાન થાય છે, પણ આ સુખના વનને નહિ. આથી જ તેને અલૌકિક કહેવામાં આવ્યું છે.) / ૧૪૨ // આત્મતેજની જેમ સ્વયં પેદા થયેલું, બાહ્ય-સામગ્રીથી પ્રાપ્ત નહિ થયેલું, અસાર આહારાદિ સંજ્ઞાથી પુષ્ટ થતા જીવનની જેમ કોઇ સંજ્ઞાની અપેક્ષા નહિ રાખતું, વિગ્નના વૃદથી રહિત, ઉજજવળ, મનોહર શ્રી કેવળજ્ઞાનના પ્રકાશની જેમ દ્વૈતથી અતીત-અદ્વૈત, મોક્ષના મિત્ર સમું સુખ તે દેવો અનુભવવા લાગ્યા. / ૧૪૩ // તે દેવોએ ઘણું ખરું પાપ તો પૂર્વ જન્મમાં (શાલિભદ્ર ધન્યના ભવમાં) બાળી નાખ્યું છે. હવે પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ પામીને ગાઢ આનંદથી જયાં હંમેશા આત્માની પુષ્ટિ થઇ રહી છે, તેવા દેહરહિત સ્થાન (મોક્ષ)માં જશે. || ૧૪૪ છે. 8A%A88888A YAUAAAAAAAA II પર

Loading...

Page Navigation
1 ... 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624