Book Title: Shalibhadra Mahakavyam
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Samkhiyali Jain Sangh Samkhiyali

View full book text
Previous | Next

Page 619
________________ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 - રામશિલા કાર્યક્રમ પ્રસંગે તા. ૧૦-૧૦-૧૯૮૯ મહાભારત અને રામાયણ ટી.વી.માં શું જુઓ છો ? તમારા ઘર-ઘરમાં જ રામાયણ અને મહાભારતો ચાલી નથી રહી ? બીજે ક્યાં જોવા જઇએ ? “મનફરા' નામમાં જ મહાભારત અને રામાયણ છે. એકબાજુ “મ' અને બીજી બાજુ “રા' છે. “મ” એટલે મહાભારત અને “રા' એટલે રામાયણ. મહાભારત એ દ્રષનું પ્રતીક છે. એમાં દુર્યોધન, દુઃશાસન, કર્ણ, અર્જુન, ભીમ, દ્રૌપદી અને ધૃષ્ટદ્યુમ્ન, અશ્વત્થામા, જયદ્રથ વગેરે ક્રોધથી બહાવરા બનેલા જોવા મળે છે. રામાયણ એ રાગનું પ્રતીક છે. કૈકેયીને ભરત પર, દશરથને રામ પર, શૂર્પણખાને રામ-લક્ષ્મણ પર, સીતાને સુવર્ણમૃગ પર અને રાવણને સીતા પર રાગ થયો છે. આ રાગથી જ આખું રામાયણ ઊભું થયું છે. વૈષ અને રાગ એજ સંસારની જડ છે. એ વચ્ચે જે રહે તે પીસાઈ જાય છે. ‘મ' (વૈષ) અને “રા' (રાગ)ની વચ્ચે રહેલા ‘ન-ફ’ ચગદાઈ જાય છે. ‘ન' એટલે નગુણા-નફફટ લોકો અને ‘ફ' એટલે ફાલતુ લોકો જ એમાં ચગદાઈ જાય છે. પણ જેઓ ‘મહાવીર પ્રભુના ‘રાજય (શાસન)ને પકડી લે છે તેઓ બચી જાય છે. તેઓ નફફટા નહિ, પણ નમ્ર બની જાય છે. ફાલતુ નહિ, પણ ફળલક્ષી બની જાય છે. - પૂ. દાદાશ્રી જીત વિ.મ.ના ગુણાનુવાદ પ્રસંગે તા. ૨૪-૦૭-૧૯૮૯ 8A%A88888A YAUAAAAAAAAA II૬૨૬

Loading...

Page Navigation
1 ... 617 618 619 620 621 622 623 624