Book Title: Shalibhadra Mahakavyam
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Samkhiyali Jain Sangh Samkhiyali

View full book text
Previous | Next

Page 606
________________ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 મનફરાનું પ્રાચીન નામ “મનોહર' (મનહર - મણગર) આ કચ્છના પૂર્વ વિભાગમાં વાગડ નામનો પ્રદેશ ! ત્યાં ભચાઉ તાલુકામાં મનફરા નામનું રળિયામણું ગામ ! વાડીઓની હરિયાળીના કારણે જેની લીલી-લીલી ધરતી પ્રથમ નજરે જ જોનારનું મન હરી લે છે. (આથી જ આ ગામનું નામ “મનોહર' પડ્યું છે ને ? મનને હરી લે તે મનોહર. મનોહર શબ્દનું અપભ્રંશ થતાં મનોહરા... મનહર... મનફરા નામ પ્રચલિત બન્યું હશે - એવી કલ્પના અસ્થાને નથી.) મનહરામાંથી મનફરા થયેલા આ ગામનો ઇતિહાસ જાણવા જેવો છે. કંથકોટમાં રાજાના કુંવર સાથે અણબનાવ થતાં ઓસવાળ લોકોએ એ નગરને તિલાંજલિ આપી ચાલતી પકડી. પણ રાજાની વિનંતીથી તેઓ (ઓસવાળો) તેમની જ હદના લાકડીઆ ગામમાં વસ્યા અને ધીરે-ધીરે ત્યાંથી આજુબાજુના ગામોમાં ફેલાઇ ગયા. એ વખતે અહીં બાવા ઉદય – કંથડે બારૈયા નામના આહિરના પાંચ ખેજડાવાળા ખેતરમાં ગામ વસાવવાની ઇચ્છાથી ખેતરની વચ્ચે દિવાલો બનાવી પશુઓ માટે વરંડા બનાવ્યાં અને કેટલાક લોકોને વસાવ્યા. એ અરસામાં ઓસવાળ લોકો ફરતા ફરતા અહીં આવી પહોંચ્યા. વસવાટ માટે રજા માંગતા બાવાજીએ અનુમતિ આપી અને વિ.સં. ૧૬૦૬માં ઓસવાળ વંશના ગડા ગોત્રીય લોકોએ ગામનું તોરણ બાંધ્યું. આ જમીને કચ્છના રાજાનું મન હરી લીધું એટલે આ ગામનું નામ પડ્યું મનહરા, જે આજે મનફરા તરીકે પ્રખ્યાત છે. (મનહરાનું સંસ્કૃતિકરણ કરતાં “મનોહર’ બને છે.) 8A%A88888A YAUAAAAAAAAA III

Loading...

Page Navigation
1 ... 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624