________________
૮૬
રાજહૃદય ભાગ-૧૧
ચાલે. જેનો અનુભવ કરવાનો છે અને જેનો અનુભવ કર્યો છે એ વિષય નથી બદલાતો. આગળ-પાછળ એક જ વિષય હોય છે. વિષય એટલો બધો નથી બદલાય જતો. પરિણમન ફરે છે, એટલું જ છે. તોપણ એને એ ભઠ્ઠી જેવું લાગે. આ દેવ-ગુરુ-શાસ્ત્રનો તો બહુ સ્થૂળ ઉપયોગ છે.
મુમુક્ષુ ઃ– હવે તો નિરાકુળ દશા અને અહીંયાં તો આકુળતા...
=
પૂજ્ય ભાઈશ્રી :– મોટો ફેર છે. તો ત્યાં હજી એ વાત થઈ ગઈ છે, કે પાણીની માછલી ભીની રેતીમાં ચાલે તો તડફડાટ લાગે, ગરમ રેતીમાં તો જીવે નહિ. કાંઠે જો રેતી ગરમ થઈ ગઈ હોય તો તરત જ મરણને શરણ થાય. પણ શિયાળાની ઠંડી રેતી હોય ને ? પગ મૂકતા એમ લાગે કે આ તો બરફની પાટ લાગે છે. ગામડામાં રહેતા હોય એને ખ્યાલ આવે કે પાણીનો કાંઠો હોય ત્યાં થોડોક ભેજ રહે અને પરોઢિયે ચાર વાગે દિશાએ જાય. ગામડામાં તો બહાર જાય ને ? ભીની રેતી ઉપર ખુલ્લો પગ, ઉઘાડો પગ પડે તો એમ લાગે કે આ બરફ જેવી ઠંડી થઈ ગઈ છે. પણ પાણીનું માછલું જો બહા૨ પડે ને તો તડફડાટ નાખે. એને ઠંડી સાથે સંબંધ નથી, પાણી સાથે સંબંધ છે. જીવ પાણીનો છે, ઠંડીનો નથી. પાણી એટલું ઠંડું નથી. રેતી એથી વધારે ઠંડી હોય. પાણી તો વહેતું હોય એટલે એને થોડો ગરમાળો હોય. ગામડામાં રહ્યા હોય એને બધી ખબર હોય.
મુમુક્ષુ ઃ– અને શિયાળામાં તો સવારે પાણી ગરમ થઈ જાય.
પૂજ્ય ભાઈશ્રી :– હા. સહેજ ગરમ થઈ જાય. ... રેતી એકદમ ઠરી ગઈ હોય. માછલીને બહાર રહેવાનું થાય ને તો એક સેકન્ડ રેતી ઉપર રહી ન શકે. સીધી તડફડાટ મારીને ઉછળવા જ મંડે. એવી દશા વિકલ્પમાં આવનારની છે. તો સ્થૂળ ઉપયોગની અંદર તો ઉપયોગ કેટલી બધી ભઠ્ઠી છે. એ વાત સોગાનીજી’એ કરી. ‘ગુરુદેવ’ને એ પ્રતીતિ આવી. વાત તો ભારે ખોલીને કરી છે, ક૨ના૨ે તો. કેમકે પોતાનો અનુભવ તો બોલે છે કે નહિ ? એ પોતે સંમત કરી છે. હવે કોઈ સંમત નથી કરતું અને કોઈ એની અંદર દલીલ આવે છે. તર્ક-વિતર્ક તો અનેક રીતે ઉત્પન્ન થઈ શકે છે. કયાંથી ઉત્પન્ન થયો ? ‘ગુરુદેવે’ ગોત્યું, આત્માની શાંતિ જોઈ નથી. નહિતર આ રીતે તર્ક આવે નહિ. ત્યાંથી કાઢ્યું. એટલે મોહ નથી ગયો વાત પૂરી થઈ ગઈ. એ જ વાત છે. જ્ઞાનીના માર્ગમાં બીજી ગડબડ ચાલે એવું નથી.
મુમુક્ષુ :– એક ન્યાય એવો પણ આવે છે ને કે મુમુક્ષુની ભૂમિકામાં પોતાના પરિણામમાં તીવ્ર દુઃખ લાગે બાહ્ય તરફ જાય ત્યારે. હજી તો સમ્યજ્ઞાન પ્રગટ ન થયું