________________
૨૦૪
રાજહૃદય ભાગ-૧૧ એક છે. રીત કાંઈ બદલવાનો પ્રશ્ન રહેતો નથી. જે રીતે મુમુક્ષુની ભૂમિકામાં પ્રયાસ કર્યો હતો, પુરુષાર્થ શરૂ કર્યો હતો, એ પુરુષાર્થ સફળ થઈ ગયો ત્યારે સહજપણે ઉદયમાં પ્રવર્તતા પણ એમને આત્મીયતા થતી નથી, લિનતા થતી નથી, તન્મયતા થતી નથી. કેમકે પોતાનું છે એવું ભાસતું નથી, પોતાપણું દેખાતું નથી.
મુમુક્ષુ-મુમુક્ષુની ભૂમિકામાં પણ આવો પુરુષાર્થથઈ શકે ખરો.
પૂજ્ય ભાઈશ્રી:-મુમુક્ષની ભૂમિકામાં એવો પુરુષાર્થન કરે તો જ્ઞાનદશા ક્યાંથી ઉત્પન્ન થાય? કાંઈ શાસ્ત્ર વાંચતા-વાંચતા જ્ઞાનદશા થઈ જાય, સાંભળતા-સાંભળતા જ્ઞાનદશા થઈ જાય એવું તો કાંઈ નથી. પુરુષાર્થ કરતાં જ્ઞાનદશા થાય છે.
મુમુક્ષુ -મુમુક્ષુનું કર્તવ્ય આ થઈ ગયું?
પૂજ્ય ભાઈશ્રી - આ કર્તવ્ય છે કે પોતાથી જે ભિન્ન છે એને ભિન્ન જાણે, નિરર્થક છે એને નિરર્થક જાણે પોતાનું નથી એને પોતાનું ન જાણે. અને પોતાનું નથી એને પોતાનું જાણે એ જ એનો સંસાર છે, બીજો કોઈ સંસાર નથી. સંસાર કોઈ સામેની ચીજ નથી. જેને પોતાનું જાણે છે એ ચીજ સંસાર નથી. પોતાનું જાણવું તે સંસાર છે. દેહ મારો, મારું ઘર, આ બધા મારા. મારા... મારા... એ સંસાર છે. જેમાં પોતે નથી અથવા જેમાં પોતાનું અસ્તિત્વ નથી, હયાતી નથી, ત્યાં પોતાપણું મિથ્યાભાવે અનુભવ કરે છે. છે નહિ છતાં ખોટો અનુભવ કરે છે, જૂઠો અનુભવ કરે છે. એ જ સંસાર છે.
મુમુક્ષુ –ખરેખરતો મુમુક્ષનું કર્તવ્ય આ જ છે, બીજું કોઈ કર્તવ્ય નથી.
પૂજ્ય ભાઈશ્રી :- આ જ કર્તવ્ય છે. જે જ્ઞાની કરે છે એ જ મુમુક્ષુને કરવા યોગ્ય છે, એ જમાર્ગને અનુસરવા યોગ્ય છે. અને તો જ જ્ઞાનદશા પ્રાપ્ત થાય. એવી પ્રવૃત્તિમાં એ પ્રકારે વર્તતા હોય તોપણ જ્ઞાનીને એ પ્રવૃત્તિ અર્થે નિવર્તવારૂપ પરિણામને પામે, એ પ્રવૃત્તિથી પણ છૂટવારૂપ પરિણામને પામે એવું ફળ આવે એટલે એ સંક્ષેપ કરતા જાય.
જ્યાં છૂટવાનો મોકો મળે ત્યાં એ હાથે કરીને અવળાઈ નહિ, સામે ચાલીને. એવી જ્ઞાનીની છૂટવાની રીત હોય છે. એમને તો સર્વસંગથી છૂટવું છે ને ? તો પછી જેટલું છૂટાય એટલું છૂટે જેટલો પરપરિચય અને પ્રસંગ ટાળી શકાય, ટાળવા યોગ્ય લાગે અને પોતે એમાં જોડાવાની તો અનિચ્છા છે એટલે સહેજે એને ટળે છે. બહુભાગ તો જીવ શું કરે છે કે પોતે હાથે કરીને જોડાય છે, પોતે રસ લે છે, પોતે ચીકણા પરિણામ કરે છે અને ઉદય હોય એનાથી વધારે પરિણામમાં મૂકે છે. એવી લગભગ પરિસ્થિતિ જોવામાં આવે છે. ત્યારે આ સંક્ષેપ કરે છે. પાછા વળે છે, પાછા હટે છે. એવી જ્ઞાનીની રીત હોય છે.