________________
૩૮૪
રાજહૃદય ભાગ-૧૧
પોતાનો નિર્ણય આપી દે. પારમાર્થિક દૃષ્ટિકોણથી પોતાનો નિર્ણય આપે કે આ યોગ્ય છે, આ અયોગ્ય છે. પછી તો યોગ હોય તે પ્રમાણે બને અને યોગ ન હોય તે પ્રમાણે ન બને.
-
મુમુક્ષુ :– ઘ૨ ગૃહસ્થીમાં તો યોગની ચિંતા કરતો નથી. ઘરમાં વિચારતો નથી કે યોગ હશે એમ થશે. અહીંયાં આ ન્યાય પકડીને છળ નહિ પકડાય ?
પૂજ્ય ભાઈશ્રી :– છળ પકડે તો માયાચાર તો પોતે ક૨શે.
મુમુક્ષુ :– આ બાજુ તો યોગ હશે તેમ થશે (એમ કહે), ઘરમાં તો એવું ચાલતું
નથી.
પૂજ્ય ભાઈશ્રી :– એ તો અહીંયાં પણ એના પ્રમાણમાં જ આવે ને ? એના પ્રમાણમાં જ વાત આવે ને ? ત્યાં જે પ્રમાણમાં આવતી હોય એ જ પ્રમાણમાં અહીંયાં વાત આવવી જોઈએ. એ તો સીધી જ વાત છે. એમાં તો એ પ્રકાર બને એ તો ચોખ્ખો જ બને. એમ.
મુમુક્ષુ :– આ દ્રવ્યકર્મ કોઈની શરમ રાખતો જ નથી.
પૂજ્ય ભાઈશ્રી :– એ તો એવું છે કે માયા પોતાને થાય તો એમાં કાંઈ જે દ્રવ્યકર્મ છે એ તો કોઈની શરમ રાખતા નથી. કેવળજ્ઞાનીનું કેવળજ્ઞાન કોઈની શરમ રાખતું નથી. એ સર્વચક્ષુ છે. અને જેને એકેય ચક્ષુ નથી એવું જે દ્રવ્યકર્મ એ પણ કોઈની શરમ નથી રાખતું. અજાણ છે તોપણ. બંનેમાં જેવા પરિણામ (હોય) તેવો ફોટો પડે છે. અહીંયાં કેવળજ્ઞાનમાં ફોટો પડે છે. અહીંયાં દ્રવ્યકર્મમાં ફોટો પડે છે. ફિલ્મ ઉ૫૨ ફોટો પડે છે કે નહિ ? આકૃતિ હોય એવી જ ફિલ્મમાં ઉતરે છે કે નહિ ? એમ અહીંયાં દ્રવ્યકર્મ હશે એવો જ ફોટો પડશે. ભાવ જેવા થાશે એવો જ દ્રવ્યકર્મની અંદર ફોટો પડશે. એમાં બીજી રીતે નહિ થાય. એ વિચાર પોતાને કરવાનો છે. આત્મહિતનો અને અહિતનો વિચાર તો પોતાને કરવાનો છે. સીધી વાત તો એ છે.
મુમુક્ષુ ઃ– આ કરાળ કાળ છે તો એ ધ્યાનમાં રાખીને અમારે માટે શું માર્ગદર્શન
છે ?
પૂજ્ય ભાઈશ્રી :– એનો અર્થ શું છે કે પરિણામ બગાડીને ક૨વા જાય એટલી હદે નહિ જાવું. પોતાનું હિત સાધતા સાધતા થાશે એ સહેજે થાશે. એ સિદ્ધાંત છે. અને એ રીતે ચાલવું. કેમકે જે વસ્તુ નથી થવાની એને કરવા જેવું શું થાશે ? અશકયને શકય કરી શકાશે કાંઈ ? એ તો નહિ કરી શકાય. પરિણામમાં ગડબડ થાશે. કર્ત્યબુદ્ધિ આવ્યા વિના રહેશે નહિ. કર્ત્યબુદ્ધિએ કરવાનો પ્રશ્ન નથી. પછી એમ ન વિચારે કે હું ઘરમાં