________________
૩૩ર
રાજહૃદય ભાગ-૧૧ નથી. જેમ કે ફલાણી ચીજ સારી તો એ મિથ્યાજ્ઞાનનો વિષય છે. જગતમાં કોઈ ચીજ સારી નથી. ફલાણી ચીજ ખરાબ છે. ખોટી વાત છે. કોઈ ચીજ જગતમાં ખરાબ નથી. એટલે મિથ્યાજ્ઞાનનો જગતમાં કોઈ વિષય નથી. અથવા જગતના દરેક પદાર્થ સમ્યજ્ઞાનનો વિષય છે. ગુરુદેવશ્રી' એમ કહેતા. દરેક મહાત્માઓની શૈલી પોતપોતાની હોય છે. વાત એક જ કરે છે. અને બધી શૈલી સુંદર છે. જે જે શૈલી છે એ એમની આત્મદશાના આધારથી નીકળેલી એ વાણી હોવાથી એ બધી શૈલીમાં સુંદરતા છે. આત્મભાવોને વ્યક્ત થતી એ સુંદરતાઓ છે. એમાં ક્યાંય અસુંદરતા જોવામાં આવતી નથી.
મુમુક્ષુ-ઈષ્ટ-અનિષ્ટપણું કરવામાં પોતે જ ભ્રમ ઊભો કર્યો છે?
પૂજ્ય ભાઈશ્રી :- પોતે જ ભ્રમ ઊભો કર્યો છે. અને અનાદિથી એ ભ્રમ સમયે સમયે નવો-નવો ઊભો કરીને ચાલુ રાખ્યો છે. એટલે અનાદિથી છે એમ કહેવાય છે. પણ દરેક સમયે નવો નવો ઊપજે છે. કોઈપણ સમયે એને ખલાસ કરી શકાય છે. નવો ન થાય એમ કરી શકાય છે. આમ ચાલુ રાખે છે, કેમકે એને શાંતિ જોઈતી નથી, એને શાંતિ જોઈતી નથી. શાંતિ જોઈતી હોય તો છોડી દે કે આ મારી ભ્રમણા છે. ભ્રમણાથી સુખ મળવાનું કોઈ સાધન નથી. તમામ દુઃખનું કારણ ભ્રમણા અથવા કલ્પના છે. કલ્પનાથી અને ભ્રમણાથી દુઃખ થાય, થાય ને થાય જ. ન થાય એવું ન બને. સુખ ન થાય કોઈને.
મુમુક્ષુ -સંસાર સમ્યજ્ઞાનનું નિમિત્ત છે?
પૂજ્ય ભાઈશ્રી – આખું જગત સમ્યજ્ઞાનનું નિમિત્ત છે. સમ્યજ્ઞાનનું નિમિત્ત છે. એટલે એમ કહે છે, આખું જગત અમને તો સમ્યજ્ઞાનનું જનિમિત્ત છે.
શ્રીમદ્જીએ તો ભાષા બહુ ગૂઢ કરી છે, કે આ જગતને અમે ઈશ્વરની લીલારૂપે દર્શન કરીએ છીએ. શું કહ્યું? આ જગતનું અમે દર્શન કરીએ છીએ. ક્યા સ્વરૂપે દર્શન કરીએ છીએ? ઈશ્વરની લીલારૂપે એનું દર્શન કરીએ છીએ. કેમકે દરેક પદાર્થ પોતાનું ઐશ્વર્ય ધારણ કરે છે. એની પર્યાય તે એની લીલા છે. અમારે કાંઈ લેવા કે દેવા. અમે ભિન્ન પડ્યા છીએ. આ જગતની લીલાને મફતમાં બેઠા બેઠા જોઈએ છીએ. રાગ-દ્વેષ કરે તો એણે પોતાની શાંતિનો ખર્ચો કરી નાખ્યો, અશાંતિ ઊભી કરી. (આ કહે છે, નહિ. અમે તો બેઠા બેઠા મફતમાં જોઈએ છે. આખું જગત સોનાનું થાય તો અમારે તણખલા જેવું છે. આ લોકો કહેને ભાઈ!આ આટલા કમાઈ ગયો, આને આટલા પૈસા મળી ગયા, આ દુઃખી થઈ ગયો, આ સુખી થઈ ગયો. એ સોનાનું થાય કે ગારાનું થાય,