________________
૩૪૧
પત્રાંક-પ૭૦ પ્રતિકાર શક્તિ છે કે નહિ ? Resistance power જેને કહે છે. આત્માનું એવું જ છે. વિજ્ઞાનનો તો એકસરખો જ નિયમ છે. એટલે એમ જ ઈચ્છે. સુખને ઇચ્છ, નિર્દોષતાને ઇચ્છે. એ જ પ્રકાર ઉત્પન્ન થાય.
મુમુક્ષુ –પ્રતિકાર શક્તિનિર્બળ થઈને પ્રવૃત્તિ કરે છે?
પૂજ્ય ભાઈશ્રી – હા. ઘણી નિર્બળ થઈ ગયેલી છે. રોગપ્રતિકાર શક્તિમાં નિર્બળતા ઘણી છે એટલે એને અવગણીને રોગ છે એ કામ કરી જાય છે. રાગનો રોગ, મિથ્યાત્વનો રોગ એને ચાલુ રહ્યા કરે છે.
એ તો અહીંયાં કહે છે, કે એ બુદ્ધિમાં એવી મોહબુદ્ધિમાં જીવને અનાદિથી એટલું બધું એકાગ્રપણું ચાલ્યું આવ્યું છે. તીવ્ર, ઘાતક થઈ ગયેલું એકાગ્રપણું છે. કે તેનો વિવેક કરતાં કરતાં જીવને મૂંઝાઈને પાછું વળવું પડે છે...” એ વિવેક કરતાં કરતાં મૂંઝાઈ જાય છે. કોઈવાર તો એને એમ થઈ જાય છે કે આમાં આપણું કામ નહિ, આ આપણું કામ નથી. એમ થઈ આવે છે. નાસીપાસ થઈ જાય છે, હતાશ થઈ જાય છે. એવી પણ પરિસ્થિતિ એને ઊપજે છે.
અને તે મોહગ્રંથિ છેદવાનો વખત આવવા પહેલાં તે વિવેક છોડી દેવોનો યોગ પૂર્વકાળે ઘણી વાર બન્યો છે... આ જીવ ધર્મના ક્ષેત્રમાં આવે છે. આત્માનું હિત કરવામાં કાંઈક આગળ વધે છે અને વળી પાછો પાછો પડી જાય છે. થોડો આગળ વધે છે અને વળી પાછો પાછો પડી જાય છે. આ જીવને એવું તો અનેકવાર બન્યું છે, એમ કહે છે. એકવાર નથી બન્યું પણ અનેકવાર આવું જીવને બન્યું છે. એ વિવેક કરતા એને વિવેક છેદવાનો વખત આવવા પહેલાં તે વિવેક છોડી દેવોનો યોગ પૂર્વકાળે ઘણી વાર બન્યો છે, કેમકે જેનો અનાદિકાળથી અભ્યાસ છે તે, અત્યંત પુરુષાર્થ વિના, અલ્પ કાળમાં છોડી શકાય નહીં.’ વિપર્યાસની, વિપરીતતાની જે પરિસ્થિતિ ઘટ થઈ ગઈ છે તેને છોડવા માટે અત્યંત પુરુષાર્થ હોવો ઘટે છે. ઉપર ઉપરના વિચારથી, ઉપર ઉપરના વાંચનથી, ઉપર ઉપરના શ્રવણથી એ પરિસ્થિતિ નહિ તૂટે. થોડી એ બાજુ, દિશામાં કાંઈક એને પ્રવૃત્તિ લાગશે, પણ વળી પાછો પાછો પડી જશે. એવી પરિસ્થિતિ અનેકવાર થઈ ચૂકી છે. એટલે એમ સમજવા યોગ્ય છે કે અત્યંત પુરુષાર્થ વિના આ પરિસ્થિતિ બદલાય જાય એમ બનવું અસંભવિત છે.
માટે ફરી ફરી સત્સંગ, સન્શાસ્ત્ર અને પોતામાં સરળ વિચારદશા કરી તે વિષયમાં વિશેષ શ્રમ લેવો યોગ્ય છે...... કેવી સરસ વાત કરે છે ! ફરી ફરીને સત્સંગ કરવો એટલું જ નહિ, સાસ્ત્ર વાંચવા એટલું નહિ પણ પોતામાં સરળ વિચારદશા