________________
પત્રાંક-૫૬૮
૨૭૧ કરીને એને નિત્ય કરવો છે એ તો નક્કી કર. તારી પાસે તો એવી કોઈ એવી રિદ્ધિ-સિદ્ધિ નથી. સાધારણ પ્રાણી પાસે શું છે? બહુ બહુ તો બે દવા સારી ખાય. આથી વધારે શું કરે ? એથી કરીને કાંઈ કોઈ પ્રયોગથી દેહને નિત્ય કરી શકાય છે, એ એક જીવની ભ્રમણા છે અથવા એને નિત્યપણે રાખવો એવો જે અભિપ્રાય છે એ જીવની ભ્રમણા છે. અને એ ભ્રમણા એને નવા જન્મ-મરણનું કારણ થાય છે, પરિભ્રમણનું કારણ છે. આમ વિચારવા યોગ્ય છે.
મુમુક્ષુ - વૃદ્ધાવસ્થામાં તબિયત સારી હોય ત્યારે એ એમ સમજે કે મેં ભૂતકાળમાં આવી રીતે કર્યું હતું એટલે સારી રહી છે).
પૂજ્ય ભાઈશ્રી:–આમ કર્યું હતું ને બધું સરખી રીતે જાળવી રાખ્યું હતું એટલે આપણી ઉંમર થઈ તો પણ અત્યારે તબિયત સારી રહે છે. એનું કારણ એ છે કે આપણે પહેલેથી બહુ સાચવ્યું છે. એ વાત પણ સાચી નથી. એ પૂર્વકર્મનો શાતાનો ઉદય છે. જે પહેલેથી સાચવવાના પરિણામ કર્યા છે, દવાઓ ખાધી છે, સારા ખોરાક ખાધા છે એ બધાથી તો ખરેખર અશાતા બાંધી છે. એનો ઉદય તો હજી આગળ આવવાનો છે. એ
પછી એનો રોગ ઉખળીને ચલચિત્ર સ્વરૂપ થવાનો છે. આ તો એથી પહેલા જે શાતા બાંધી છે એનું ફળ ચાલ્યું આવે છે. સારું સારું ખાધું અને ધ્યાન રાખ્યું એનું ફળ આ નથી. એનું ફળ તો હજી હવે આવશે અને એ અશાતામાં આવવાનું છે. એ શાતામાં આવવાનું નથી. એ નક્કી વાત છે.
એટલે એ બધી જીવને પોતાને દુઃખી થવામાં નક્કી કરેલી વાતો છે. દુઃખી થવા માટે નક્કી કરેલી વાતો છે. એનાથી કોઈ આત્માને સંયોગનું સુખ, શાતાનું સુખ પણ મળે એમ નથી. બીજી તો વાત એક બાજુ રહી પણ શાતાનું સુખ પણ મળે એવું નથી. એને આત્મિક સુખનો તો પ્રશ્ન જ નથી.
મુમુક્ષુ –આ બધી નક્કી કરેલી વાતો બદલવી પડશે.
પૂજ્ય ભાઈશ્રી – હા. બધી બદલવી પડશે. આ બધા નિર્ણય બદલાશે પછી આત્માનો નિર્ણય થાશે. કારણ કે પહેલા એમણે એ વાત કરી છે, કે “આત્મસ્વરૂપનો નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે. આ પત્રનું આ પહેલું વચન છે. એટલે ઊંધા નિર્ણય એમ ને એમ રહે અને આત્માનો સાચો નિર્ણય શાસ્ત્ર વાંચીને થઈ શકે એ વાતમાં કાંઈ માલ નથી. ચાલો આપણે જ્ઞાનીઓની વાત શીખી લઈએ, સમજીને શીખી લઈએ એટલે આપણો નિર્ણય સાચો થશે. એવું બનવાનું નથી. ઊંધો નિર્ણય બદલાય ત્યારે જ સવળો નિર્ણય થાય. સવળો નિર્ણય થાય ત્યારે ઊંધો નિર્ણય જાય).