________________
૩૬૯
પત્રાંક-પ૭૨
મુમુક્ષુ –હસવું આવે, રોવું આવે એ વખતે દર્શનમોહતીવ્ર થઈ જાય?
પૂજ્ય ભાઈશ્રી – હા. એ વખતે દર્શનમોહ તીવ્ર થાય છે. જ્યાં જ્યાં રસ વધે, વિભાવરસ વધે ત્યાં દર્શનમોહ તીવ્ર થાય, સ્વભાવરસ વધે ત્યાં દર્શનમોહનો ઘાત થાય. આ સીધી વાત છે. એટલે તો નિર્ણયના વિષયમાં ‘ગુરુદેવે એ વાત લીધી. ૧૯મા બોલમાં. ૧૪૪ ગાથાનો જે ટુકડામાં પ્રસંગ કર્યો છે ને ? ૧૯ નંબર. એમાં એ વાત લીધી. આવો નિર્ણય કરવાની જ્યાં રુચિ થઈ, સ્વરૂપનો નિર્ણય કરવાની જ્યાં રુચિ થઈ
ત્યાં અંતરમાં કષાયનો રસ મંદ પડી જ જાય. કષાય મંદ પડી જાય એમ ન કહ્યું. કષાયનો રસ મંદ પડી જાય એમ કહ્યું. કુદરતી જે ભાષા આવે છે એ તો ભાવ અનુસાર આવે છે ને? કષાયનો રસ મંદ પડ્યા વિના આ નિર્ણયમાં પહોંચી શકાય નહિ. પછી આ સિદ્ધાંત કહ્યો. કે આવો કષાય કેમકે કષાયરસ મંદપડતા જીવન દર્શનમોહનો રસ મંદ પડે છે. દર્શનમોહનો રસ મંદ પડે અને કષાયરસ મંદ પડે એ સાથે સાથે Parallel ચાલે છે. એ પરિણામને મલિન કરનાર ભાવ છે, એ ભાવમાં મંદતા થયા વિના નિર્મળતા આવે નહિ, નિર્મળતા આવ્યા વિના સ્વરૂપનિર્ણય થાય નહિ. સ્વરૂપનિર્ણય થાય નહિ એને સ્વરૂપ અનુભવ થાય નહિ. એ તો ૨૦૩ (બોલમાં) લીધું.
૨૦૩માં એમણે એ સિદ્ધાંત સ્થાપ્યો. ત્યાં ૨૦૩માં તો એક ટુકડો જલીધો હતો. દર્શનમોહ મંદ પડ્યા વિના વસ્તુ સ્વભાવ ખ્યાલમાં આવે નહિ, એટલે નિર્ણયમાં આવે નહિ, ભાવભાસનમાં આવે નહિ. અને દર્શનમોહનો અભાવ કર્યા વિના આત્મા અનુભવમાં આવે એવો નથી. એટલે આ અનુભવ પહેલાનું પગથિયું છે. Pre-stage છે. એને દર્શનમોહનો અનુભાગ ઘટવો જોઈએ. કેમકે પ્રથમ સ્વાનુભવમાં ઉપશમ થાય છે. ઉપશમ તો નબળો પડે તે દબાય, સબળો કોઈદિવસ દબાય નહિ. ' બધી પ્રવૃતિઓમાં એક દર્શનમોહની પ્રકૃતિ એવી છે, કે જેના ઉદયમાં જોડાયા વિના જીવને, ઉદય હોય તો જોડાયા વિના જીવની કોઈ બીજી પરિસ્થિતિ રહેતી નથી. બાકી... આ વાત જુદી છે. બધથી ભૂલ પડી અને ઉદયાભાવી ક્ષય કરે તેનો. પણ એક દર્શનમોહની પ્રકૃતિ એવી છે. ત્યાંથી જે આ કર્મના ઉદયનું ભૂત જે કરણાનુયોગના અભ્યાસીને વળગ્યું છે એ અહીંથી વળગેલું છે. કર્મનો ઉદય... કર્મનો ઉદય જે વજન આપે છે એનું કારણ મૂળ દર્શનમોહમાં એ પરિસ્થિતિ ઊભી છે. અને અનાદિનો સંસાર પણ એને લઈને છે. એટલે પ્રયોજનભૂત વિષય એ છે કે જીવને દર્શનમોહની શક્તિ તોડવી જ રહી. જો દર્શનમોહ નબળો પડે તો જ એને ઉપશમ સમ્યગ્દર્શન થાય, નહિતર ઉપશમ સમ્યગ્દર્શન કોઈ કાળે થાય નહિ.