________________
૨૩૧
પત્રાંક-પ૬૬ જોવામાં આવે છે, જ્યાં રાગનો પ્રવાહ છે ત્યાં સ્નેહ અને રાગને અનુસરીને બધી પ્રવૃત્તિ જોવામાં આવે છે.
પ્રેમથી વિરક્ત થયા વિના દ્વેષથી છૂટાય નહિ...” કેમકે એ તો એક સિક્કાની બે બાજુ છે. જેને રાગ છે એને દ્વેષ થયા વિના રહે નહિ. રાગનો ફુગ્ગો ફુલાવે છે. બેઠો બેઠો શું કરે છે? રાગથી ફૂંક માર્યા જ કરે છે અને ફુગ્ગો ફુલાવે છે. એ ફુગ્ગો તું ફુલાવ્યા કરે તો એ ફૂટ્યા વગર રહેવાનો નથી. એક ફુગ્ગાને ફૂંક માર્યા કરો જોયા બંધ કરવું પડે કે નહિ? તો ફુગ્ગામાં હવા જળવાઈ રહે. પણ ફૂંક માર્યા જ કરે તો શું થાય? ફૂટ્યા વગર રહે?પછી એ ફૂટે ત્યારે એને દ્વેષ થાય છે. રાગથી ફુગ્ગો ફુલાવ્યા કરે છે અને ફૂટે ત્યારે એને દ્વેષ થાય છે. અરેરે! આમ થયું. આમ નહોતું થવું જોઈતું અને આમ થયું. પણ તેં રાગ ભર્યા જ કર્યો છે એનું શું ? એમાંથી દ્વેષ ઊભો થયા વગર રહેશે નહિ. પરિણામ એ જ આવવાનું છે, બીજું કોઈ પરિણામ આવવાનું નથી.
મુમુક્ષુ-પુરુષાર્થ વગર સ્વાધ્યાય, મનન, ચિંતવન બધું રાગના ફુગ્ગા જેવું છે?
પૂજ્ય ભાઈશ્રી - બીજું કાંઈ નથી કેમકે બધું ઉપર ઉપરથી થાય છે. માણસ નિવૃત્તિ લ્ય છે. વર્ષો સુધી નિવૃત્તિ લઈને શાસ્ત્ર વાંચે, ચિંતવન કરે, મનન કરે, શ્રવણ કરે, પણ બધું ઉપર ઉપરથી કરે. આત્માના અભ્યતર પુરુષાર્થનું શું? આ સવાલ છે. ત્યાં સુધી એ બધું ઉપર ઉપરથી માનસિક શાંતિ અને શાતાપ્રિય લાગે છે એટલે કર્યા કરે છે. એમાં શું છે? માનસિક શાંતિ અને શાતા છે. એ રાગનો ફુગ્ગો ફુલાવવાની વાત છે. સરવાળે એમાંથી કાંઈનીકળે એવું નથી.
મુમુક્ષુ - આ બધી ક્રિયાને દર્શનમોહખાઈ જાય?
પૂજ્ય ભાઈશ્રી:- ખાઈ જાય. અજ્ઞાનરૂપી પાડો બધી ક્રિયાને ચાવી જાય. એમ જેટલા શુભભાવ કર્યા છે, એ મેં મારું કાંઈક આત્મા માટે હિત કર્યું છે. વાંચન પણ ઘણું કર્યું, શ્રવણ પણ ઘણું કર્યું, ચિંતવન પણ ઘણું કર્યું. માટે મેં કાંઈક અત્યાર સુધીમાં સારું એવું કર્યું છે. એવો જે દર્શનમોહનો પરિણામ, એ બધું ચાવી ગયા એનું જેટલું કર્યું હતું એ બધું ચાવી ગયો. આ પરિસ્થિતિ થાય.
શું કહે છે અહીંયાં? “સમસ્ત સંસાર બે પ્રવાહથી વહે છે, પ્રેમથી અને દ્વેષથી.” અથવા રાગથી અને દ્વેષથી. પ્રેમથી વિરક્ત થયા વિના દ્વેષથી છૂટાય નહીં પ્રેમથી છૂટ્યા વિના દ્વેષથી છૂટી ન શકે. કેમકે એ તો સિક્કાની બીજી જ બાજુ છે. “અને પ્રેમથી વિરક્ત થાય તેણે સર્વસંગથી વિરક્ત થયા વિના વ્યવહારમાં વર્તી અપ્રેમ (ઉદાસ) દશા રાખવીતે ભયંકરદ્રત છે. શું કહે છે કે જે પ્રેમથી વિરક્ત થાય, જે જીવ પ્રેમથી વિરક્ત