________________
૧૭૦
રાજહૃદય ભાગ-૧૧
રીતે એ ભૂલી જાય ? ઘર ખાલી કરાવવાની વાત આવી. એ ન ભૂલે. પોતાની સંબંધિત વાત આવે તો ન ભૂલે. પણ જેને પોતાની સાથે સંબંધ નથી એવી વાત આવે તો બધી જ ભૂલી જાય. તો ખોટું એ રીતે છે, કે એની સાથે સંબંધ, જગતની સાથેનો સંબંધ તારો ખોટો છે. શું આનો ઉત્તર આવવો જોઈએ ? કે વેદાંત એમ કહે છે કે જગત મિથ્યા છે તો જગતની સાથેનો સંબંધ મિથ્યા છે. એમ કહેવાનો અભિપ્રાય એ સમ્યક્ અભિપ્રાય છે. પણ સચોડું જગત જ ખોટું છે એમ માને તો એ વાત કાલ્પનિક છે, વસ્તુસ્થિતિ એવી નથી.
-
મુમુક્ષુ :- પર્યાય દ્રવ્યથી જુદી જ છે. તો આ પર્યાયને એટલી જુદી કહી દે કે બે દ્રવ્ય જ થઈ ગયા હોય એવી રીતે જુદી માને. તો જેટલી એણે જોરથી પર્યાયને ધક્કો મારે કે નથી મારામાં. એ રીતે અગર કોઈ એમાં રહેતો હોય તો ?
પૂજ્ય ભાઈશ્રી :– એમાં કાંઈ વાંધો નથી, એમાં કાંઈ વાંધો નથી. અથવા બીજી રીતે વિચારીએ, લ્યોને. જે દ્રવ્યદૃષ્ટિ છે એટલે કે સમ્યગ્દષ્ટિ છે એ દૃષ્ટિ પોતાના મૂળ પરમાત્મસ્વરૂપ-સિવાય બીજા કોઈને સ્વીકારતી નથી. પોતારૂપે સ્વીકારતી નથી એટલું જ નહિ પણ એની હયાતીનું પણ એ ... નથી. દૃષ્ટિ છે એ એક પોતાના પરમપદને સ્વીકારે છે, પોતારૂપે સ્વીકારે છે અને એની જ હયાતીને એ ગ્રહણ કરે છે. એ સિવાય એક સમયની પર્યાયથી માંડીને જેટલા અન્ય પદાર્થો, અન્ય દ્રવ્યો અને અન્ય ભાવો છે એની હયાતી છે કે નહિ એની સાથે એને સંબંધ નથી.
મુમુક્ષુ :– પોતાનો સ્વીકાર નથી કરતી. પૂજ્ય ભાઈશ્રી :એમાં પોતે આવી ગઈ. કેમકે પોતે પરમપદની બહાર છે. એટલે પોતે ... આવી ગઈ. એની હયાતી ગ્રહણ નથી કરતી. સમ્યગ્દર્શનનો વિષય સમ્યગ્દર્શન પોતે નથી. સમ્યગ્દર્શનનો વિષય સ્વદ્રવ્ય છે પણ પોતે નથી. તો બીજા તો હોવાનો સવાલ નથી. તો પછી એમ કહે કે બીજું કાંઈ નથી. એક મારું સ્વરૂપ છે અને બીજું કાંઈ છે નહિ. કેમકે બીજું મને દેખાતું નથી. હું તો એકને દેખું છું. બીજા કોઈને દેખતી નથી. માટે બીજું કાંઈ હોય તો દેખાય ને ? મારા માટે તો છે જ નહિ સમજો. પણ એ કહેવામાત્ર છે. ‘છે નહિ” એમાં એનું હોવાપણું આવી જાય છે. નથીમાં “છે નથી” એમ આવ્યું. એટલે એ પણ અપેક્ષા નહિ. હોવા, નહિ હોવાનો જેને પ્રશ્ન નથી, અપેક્ષા નથી, માત્ર પોતાનું સ્વદ્રવ્ય સાધે, જે સ્વસ્વરૂપે સર્વસ્વરૂપે ગ્રહણ કરીને દેખે છે, શ્રદ્ધે છે, સ્વીકારે છે એનું નામ સમ્યગ્દર્શન અથવા સમ્યગ્દષ્ટિ છે. એ દ્રવ્યદૃષ્ટિ છે. તો એના માટે બધું ખોટું છે. એના માટે બીજું હોય તો પણ બધું ખોટું છે. એક પોતાનું પરમસ્વરૂપ