Book Title: Prekshadhyana Shwas Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 6
________________ શ્વાસ–પેક્ષા : સ્વયં નિર્ભર થવાને સચોટ ઉપાય જીવનવિજ્ઞાન ગ્રંથમાળા' શ્રેણીમાં પૂ. યુવાચાર્ય મહાપ્રજ્ઞા લિખિત પ્રેક્ષાધ્યાનની પરિચય-પુસ્તિકાઓ ક્રમશ: પ્રગટ કરવાને ઉપક્રમ છે. તેમાં અગાઉ “પ્રેક્ષા ધ્યાન : આધાર અને સ્વરૂ૫' તથા પ્રેક્ષા ધ્યાન : કાર્યોત્સર્ગ એમ બે પુસ્તિકાઓ પ્રગટ કરી ચૂક્યા છીએ. આપણી સમગ્ર શક્તિ (સમગ્ર જીવન) શ્વાસ-પ્રાણ ઉપર નિર્ભર છે. શ્વાસ જેટલું વધુ ઊંડે, તેટલે શક્તિસંચાર વિશેષ સુદઢ. શ્વાસપ્રેક્ષામાં ખૂબીની વાત એ છે કે એમાં કઈ બાહ્ય આદેશેને અનુસરવાનું નથી, આપણે જાતે જ પદ્ધતિસર શ્વાસ પ્રેક્ષા કરવાની છે. નિરાશા, તનાવ અને માનસિક આવેગોમાંથી મુક્ત થઈને સ્વયં નિર્ભર થવાનું છે. પૂ. યુવાચાર્યશ્રીએ અમદાવાદ, ખેડબ્રહ્મા (જિ. સાબરકાંઠા) વગેરે સ્થળે પધારીને પ્રેક્ષા ધ્યાનની વિવિધ શિબિર દ્વારા ભિન્ન ભિન્ન કક્ષાની અગણિત વ્યક્તિઓને તેની પ્રાયોગિક તાલીમ પણ આપી હતી. ૫. સા વીશ્રી કનકશ્રીજી, પૂ. મુનિશ્રી શુભકરણછ તથા પ્રેક્ષા ધ્યાન સાધિકા શ્રીમતી કાન્તાબહેન સુરાણાએ તે પ્રાયોગિક પરંપરાને અવિરત રાખવામાં બહુમુલ્ય ફાળો આપે છે. અત્યારે અમદાવાદની ધરતી ઉપર પૂ. સાધ્વીશ્રી યશોધરાજ આ લક્ષ્ય સિદ્ધ કરવા માટે જ પધાર્યા છે અને પ્રેક્ષા ધ્યાન માટે પ્રોત્સાહન અને પ્રેરણા પ્રદાન કરી રહ્યાં છે, તે ખરેખર આનંદપ્રેરક ઘટના છે. 5 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34