Book Title: Prekshadhyana Shwas Preksha Author(s): Mahapragna Acharya Publisher: Anekant Bharati Prakashan View full book textPage 4
________________ પ્રકાશકીય પ્રાધ્યાન ધ્યાન-અભ્યાસની એક એવી પદ્ધતિ છે જેમાં પ્રાચીન દાર્શનિક પાસેથી પ્રાપ્ત બેધ તેમ જ સાધના–પદ્ધતિને આધુનિક વૈજ્ઞાનિક સંદર્ભોમાં પ્રતિપાદિત કરવામાં આવી છે. આ બંનેની તુલનામ વિવેચનના આધાર પર આજે યુગમાનસને એ રીતે પ્રેરિત કરી શકાય કે જેથી માનવીના પાશવી આવેશ નાશ પામે તેમ જ વિશ્વમાં અહિંસા, શાંતિ અને આનંદની સ્થાપનાના મંગલમય ધ્યેયની પ્રાપ્તિ થઈ શકે. શ્વાસ-પ્રેક્ષા, શરીર-પ્રેક્ષા, દીર્ઘશ્વાસ-પ્રેક્ષા, સમવૃત્તિ શ્વાસ-પ્રેક્ષા, ચૈતન્ય કેન્દ્ર પ્રેક્ષા, વેશ્યા-ધ્યાન, કાત્સર્ગ આ બધી જ પ્રક્રિયા છે રૂપાન્તરની; પછી એવા ઉપદેશની જરૂર જ નહિ પડે કે તમે આવા બને, તેવા બનો, ધાર્મિક બને, સ્વાર્થને છેડે, ભય અને ઈષ્યને છે. આ ફક્ત ઉપદેશ છે. ફક્ત ઉપદેશ સફળ થતું નથી. જે ઉપાય સૂચવ્યા છે, તેમને કાર્યમાં પરિણત કરવા પડશે. પછી તે એક દિવસ જાતે સ્પષ્ટ અનુભવ થવા લાગશે કે રૂપાન્તર થઈ રહ્યું છે, ધાર્મિક વૃત્તિનું જાગરણ થઈ રહ્યું છે, ક્રોધ અને ભય છૂટી રહ્યા છે, માયા અને લેભનાં બંધને પણ તૂટી રહ્યા છે. આ દોષથી મુક્ત થવા માટે જુદા પ્રયત્ન કરવાની જરૂર જ નહિ રહે. તે આપોઆપ નાશ પામશે. આ દેષને મૂળમાંથી નષ્ટ કરવાને આ જ શ્રેષ્ઠ ઉપાય છે. પ્રસ્તુત ગ્રંથ-પુષમાં શ્વાસ-પ્રેક્ષાની ચર્ચા થેડી વધારે વિસ્તારથી કરવામાં આવી છે. મનને જાગૃત કરવાને એક જ ઉપાય છે – જીવનની દિશાને બદલવાને, જીવનની ગતિને બદલવાને, સાધનાના માધ્યમથી જ જીવનમાં પરિવર્તન લાવવા માટે સૌથી પ્રથમ તેને 3 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34