Book Title: Prekshadhyana Shwas Preksha Author(s): Mahapragna Acharya Publisher: Anekant Bharati Prakashan View full book textPage 9
________________ પ્રાણનું આહરણ : શ્વાસ શું છે? તેને સમજવા માટે મૂળ સમજવાની જરૂર છે. જેનું ધ્યાન મૂળ તરફ કેન્દ્રિત બને છે, તેને માટે બધી વાતે સરળ બની જાય છે. શ્વાસને સંબંધ પ્રાણ સાથે છે, પ્રાણને સંબંધ ધર્યાપ્તિ સાથે એટલે કે સૂપમ પ્રાણ સાથે છે. તે જીવનની પ્રથમ ક્ષણથી જ નિમિત થઈ જાય છે. પ્રાણુને પણ પ્રાણની જરૂર છે. તે પ્રાણુ આકાશમંડળમાંથી પ્રાપ્ત થાય છે. સંપૂર્ણ આકાશમંડળમાં પ્રાણુચક વ્યાપ્ત છે. આહાર-પર્યાપ્તિને ગ્ય વર્ગણ (ત ) સમગ્ર આકાશમાં વ્યાપ્ત છે. ઊર્જાની કે પ્રાણશક્તિની વર્ગએ (તો) ફેલાયેલ છે. તે પ્રાપ્ત થાય છે–શ્વાસ દ્વારા. આપણે ફક્ત ધાસ જ નથી લેતા, પણ તેની સાથે પ્રાણ પણ લઈએ છીએ. શરીરશાસ્ત્ર પ્રમાણે પણ જયારે આપણે શ્વાસ લઈએ છીએ, ત્યારે બહારની હવા આપણી અંદર આવે છે. જેમાં એકસીજન, નાઈટ્રોજન અને બીજા કેટલાયે ગેસે અને કેટલાયે તો હોય છે. કર્મશાસ્ત્રની ભાષામાં આપણે પ્રાણ લઈએ છીએ. શ્વાસની સાથે જતો પ્રાણ તે પ્રાણને સંવર્ધિત કરે છે, પિષણ આપે છે. - જન આગમ ભગવતી અને પ્રજ્ઞાપનામાં આ પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યું છે કે જીવ આહાર ક્યારે લે છે અને કેટલી દિશાઓમાંથી આહાર લે છે? આ પ્રશ્નના પ્રત્યુત્તરમાં કહેવામાં આવ્યું કે જીવ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉર્વદિશા અને અદિશા–એ છએ દિશાઓમાંથી આહાર લે છે. ત્યાં કવલ આહારને પ્રસંગ જ નથી, રેમ-આહાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34