Book Title: Prekshadhyana Shwas Preksha Author(s): Mahapragna Acharya Publisher: Anekant Bharati Prakashan View full book textPage 5
________________ બદલવાનું છે, જે હંમેશાં આપણને પરિવર્તનશીલ રાખે છે. શ્વાસ આપણા જીવનને હંમેશાં બદલતું જ રહે છે. સૌથી પ્રથમ આપણે તે શ્વાસને બદલવાનો પ્રયત્ન કરીશું. આ તદ્દન નગ્ન સત્ય છે કે જ્યાં સુધી શ્વાસની ગતિવિધિને બદલવામાં ન આવે ત્યાં સુધી સાધનામાં વિકાસ સાધી શકાતો નથી. આપણી સમસ્ત શક્તિઓને પ્રતિનિધિ છે શ્વાસ, પ્રાણ સમસ્ત જીવન પ્રાણથી જ સંચાલિત છે. પ્રાણશક્તિના સમ્યમ્ વિકાસથી જ જીવનને આપણે ઊજમય બનાવી રાખી શકીએ. શ્વાસ-પ્રેક્ષા તેનું એક સશક્ત માધ્યમ બને છે. યુગપ્રધાન આચાર્ય શ્રી તુલસી અને તેઓના ઉત્તરાધિકારી યુવાચાર્ય શ્રી મહાપ્રજ્ઞના સતત માર્ગદર્શન અને પરિશ્રમનું જ આ ફળ છે કે આજે હજારે લેકે આધ્યાત્મિક સાધનાના માર્ગ પર ચાલી રહ્યા છે, સમસ્યાઓથી મુક્ત જીવન જીવવાને આનંદ પ્રાપ્ત કરી રહ્યા છે. પ્રેક્ષા ધ્યાનની પદ્ધતિના રૂપમાં માનવજાતિને આ બંને મહાન અધ્યાત્મ મનીષીઓનું અનુપમ વરદાન પ્રાપ્ત થયું છે. અમને દઢ વિશ્વાસ છે કે આ સાર્વભૌમ તેમ જ સર્વજનીન વિધિને બરા બર સમજી જે સાધના કરશે તે પ્રત્યેક વ્યક્તિને જરૂર લાભ થશે. ડો. ચીનુભાઈ નાયક જેઠાલાલ એસ. ઝવેરી સંયોજક, પ્રાધ્યાન એકેડેમી ચેરમેન ૫૦, હરિસિદ્ધ ચેમ્બર, આશ્રમ રોડ, તુલસી અધ્યાત્મ નીડમ અમદાવાદ-૧૪ જૈન વિશ્વ ભારતી, લાડનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34