Book Title: Prekshadhyana Shwas Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ દિલનાં પ્રદર્શન કરી શકાય છે. શક્તિને એ પ્રમાણમાં વધી જાય છે. જે યોગિક પ્રદર્શને આજે જોવામાં આવે છે તે બધાં જ શ્વાસના સ્તર પર આધારિત પ્રાણશક્તિનાં પ્રદશને છે. તેના આધારે મેટર કે ટ્રકને પણ છાતી પરથી પસાર કરી શકાય છે. આત્મામાં અનંત શક્તિ છે, અનંત વીર્ય છે. શ્વાસ તે અનંત શક્તિને એક અંશ છે. એટલા માટે શ્વાસના પ્રયોગથી ચમત્કારે કરી શકાય છે. પ્રાણુ, પ્રાણવાયુ અને પ્રાણાયામ : પ્રાણ-શક્તિને જ્ઞાન-કેન્દ્રમાં લઈ જવી–એ જ આપણી પ્રાણ-સાધનાને હેતુ છે. લુહાર ધમણ ચલાવે છે, તેનાથી હવા બહાર નીકળે છે, અગ્નિ પ્રજવલિત થાય છે. એક બાજુ ધમણમાંથી હવા નીકળે છે અને બીજી બાજુ અગ્નિ પ્રદીપ્ત થાય છે. હવા અને આગ એક નથી, પરંતુ જેટલી તીવ્ર હવા હશે તેટલો જ તેજ અગ્નિ પ્રકટ થશે. તે જ પ્રમાણે પ્રાણવાયુ પ્રાણને ઉત્તેજિત કરે છે. આપણે જેટલી માત્રામાં પ્રાણવાયુ (ઓકસીજન) લઈ શું, એટલે જ પ્રાણ વિશુદ્ધ બનશે, સક્રિય થશે. જે પ્રાણવાયુ નહીં મળે તે પ્રાણમાં ઉત્તેજના નહીં આવે, સક્રિયતા નહીં આવે. તેનું શરીર શાસ્ત્રીય કારણ આ પ્રમાણે છે-આપણું શરીરમાં રક્તને સંચાર હદય દ્વારા થાય છે. ફેફસાંમાં રક્ત શુદ્ધ બને છે. પાછું હૃદયમાં આવી આખાય શરીરમાં શુદ્ધ રક્ત પહોંચે છે. હૃદય અને ફેફસાં–તે શરીરના રક્તસંચારનાં બે મુખ્ય સાધન છે. રક્તની શુદ્ધિ ફેફસાંમાં થાય છે, તેને માટે બળતણું જોઈએ. તે બળતણ છે. પ્રાણવાયુ-ઓકસીજન. જે પ્રાણવાયુ બરાબર મળશે તે જ અશુદ્ધ રકતને શુદ્ધ કરી, 10 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34