________________
૧૩૪
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
એટલે મહાબલ વડની શાખા સાથે લટકી જવાથી નિર્બળ થઈને પેલે લૅક સંભારી બેલવા જતો હતો, તેવામાં તો કંઠે ફસે આવી જતાં પીડિત થઈને તે મરણ પામ્યો. લોકોએ તેને નીચે ઉતાર્યો અને તેને અનેક પ્રકારે ઉપાય કરવામાં આવ્યા, પણ તે સર્વ નકામે ગયે.
રાજાને તે ખબર પહોંચ્યા. એટલે કાનને શૂળરૂપ તે વચન સાંભળીને અત્યંત વિલાપ કરવા લાગ્યો-“હા! વત્સ! તેને આ શું થયું ? અરે એ વટવૃક્ષનું મેં મૂળથી કેમ ઉમૂલન. ન કર્યું ? અરે ! મેં પાપીએ એ શાખા (ડાળ) પણ કેમ કપાવી નાખી નહિ? અરે ! મેં તને બીજા નગરમાં પણ કેમ ન મેકલ્ય? દેવે મારો સર્વ રીતે મતભ્રંશ કર્યો. અહો ! સત્ય અને વાહનયુક્ત હું રક્ષક નાથ છતાં અનાથની જેમ તારી કેવી દુર્દશા થઈ? શું આ મારૂં નાથત્વ? અથવા તે મારાથી શું રક્ષા થઈ શકે? અરે ! આ શું મેં મિથ્યાભિમાન કર્યું? કેઈએ હજી જરાને જર્જરીભૂત કરી નથી, અને મૃત્યુને કેઈએ જ નથી. માટે રે જીવ! બેટે ગર્વ કરતાં તેને લજજા કેમ થતી નથી? હું કર્તા, હું કર્તા, હું ધણી, હું ગુણી-એ બધુ ફેગટ જ છે, હે દેવ! કેવળ મારી સ્ત્રીનું હરણ કરીને તું બેસી ન રહ્યો, આ પુત્રનું પણ તે હરણ કર્યું, અને મારા માનનું પણ તે જ હરણ કર્યું. અથવા તે વિધાતા કેણ? દૈવ કોણ? યમ કેણ? જીવ પોતાના કરેલા શુભાશુભ કર્મનાં ફળ જ ભોગવે છે. માટે હે ચેતન ! શુભ કર્મ કર.” આ પ્રમાણે રાજાને સંબોધની સન્મુખ થયેલ જોઈને મંત્રીઓએ ચંદનાદિ, કાષ્ટથી મહાબળના દેહને અગ્નિ સંસ્કાર કરાવ્યો. તે દિવસથી