________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૩૮૭
જેડાને જોઈને તે કહેવા લાગ્યા કે –“હે શુકરાજ ! આવો, અહી બેસે.” એટલે પોપટ ત્યાં બેસીને બોલ્યો કે “તું કેણું છે? અને કયાંથી આવ્યો છે ? તે કહે એમ પૂછવાથી કુમારે હર્ષપૂર્વક યથાસ્થિત (જે બનેલો તેવો) પિતાને બધો પૂર્વ વૃત્તાંત (સમાચાર) પોપટની આગળ નિવેદન કર્યો તે સાંભળી પોપટ બેલ્યો કે:-“તે પોપટ મારો ભાઈ થાય છે, તેના અને પિપટીના શરીર કુશળ છે ?” કુમારે કહ્યું કે:-“હા, તેમને કુશળ છે.” પછી પોપટે પૂછયું કે:-“તે નિસાસે કેમ મૂકે ?” કુમાર બેલ્યો કે –“નિસાસાનું કારણ સાંભળો. તે પોપટના વચનથી હું અહીં આવ્યા, પણ હવે મારે પાછા શી રીતે જવું ?” એટલે પોપટીએ તરત ઉડીને એક ફળ લાવી પોપટને આપ્યું, અને બેલી કે –“હે સ્વામિનું! આ ફળ અતિથિને આપો.” પોપટે તેને ફળ આપ્યું. એટલે તે ગ્રહણ કરીને કુમારે પૂછયું કે - આ ફળને પ્રભાવ શું છે ?” પિપટ બેલ્યો કે –
હે બંધ ! સાંભળ. આ ફળને ગળે બાંધવાથી એક પહેરમાં સે જન આકાશમાર્ગે જઈ શકાય છે, એ આ ફળને મહિમા છે.” એટલે પિપટી બોલી કે –“હે સ્વામિન્ ! આ પરદેશી પુરુષ પાસે ભાતું નથી, તો તેને કંઈક ભાતું આપીએ. પોપટ બોલ્યો કે -જેવી મરજી” પછી તે પોપટી ત્યાંથી ઉડીને એકાંતે પર્વતના કેટર (ખીણ)માં રત્નભૂમિ આગળ જઈને એક ચિંતામણું રત્ન લઈ આવી અને તે કુમારને આપી “આ ચિંતામણું રત્ન છે, એના પ્રભાવથી ચિંતિત કાર્ય થાય છે. એમ કહ્યું. તે સાંભળી પેલું ફળ ગળે બાંધી, પિપટની રજા લઈને કુમાર તે સ્થાનથી ચાલતે થયો અને