________________
આ પાનાથ ચરિત્ર
કમળથી અલંકૃત એવી વાવડીઓ કરી. બીજા ગઢની અંદર ઈશાન ખુણામાં ભગવંતના વિશ્રામને માટે દેવછંદ તૈયાર કર્યો. સમવસરણના મધ્યમાં વ્યંતરોએ સત્યાવીશ ધનુષ્ય ઊંચું અશેકવૃક્ષ વિકવ્યું. અને તેની નીચે વિવિધ રત્નમય ચાર પાદપીઠ બનાવ્યાં. તેની મધ્યમાં મણિમય પ્રતિચ્છેદ બનાવ્યો. તેની ઉપર પૂર્વ દિગ્વિભાગમાં તેમજ બીજી ત્રણ દિશામાં રત્નમય સિંહાસન સ્થાપન કર્યા અને તે પર ત્રણ છત્ર ધારણ કર્યા. બે બે યક્ષોએ ચારે બાજુએ બે બે ચામર ધારણ કર્યા. ચારે દ્વાર આગળ સુવર્ણકમળ પર સ્થિત એવા ચાર ધર્મચક્ર તૈયાર કર્યા અને બીજું પણ જે કાંઈ કર્તવ્ય હતું તે બધું વ્યંતરોએ બજાવ્યું. (રામવસરણના પ્રમાણુનાં સંબંધમાં એક સ્થાને આવી ગાથા છે:-) 'वारसजायणमुमहे ओसरणं आसि नेमिजिण जाव । दो दो गाउ ऊणं, पासे पण चउ चउवीसे ॥
ઋષભદેવનું સમવસરણ બાર એજનનું, અને ત્યાર પછી નેમિનાથજી સુધી બે બે ગાઉ ઓછું-એટલે નેમિનાથજીનું દોઢ એજનનું (છ ગાઉનું), પાર્શ્વનાથનું પાંચ ગાઉનું અને
વીશમા વીર પરમાત્માનું ચાર ગાઉનું સમજવું.”
૧ ચરિત્રમાં પાદપીઠ, સિંહાસન, છત્ર, ચામર, ધર્મચક્ર વિગેરે એકિ કહેલા છે, પણ એક દિશામાં જેમ કર્યા તેમ ચારે દિશામાં સમજી લેવાના હેવાથી અહીં તેવો અર્થ કર્યો છે.