________________
૧૫૮
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
નહિ અને ધર્માંમાં પણ વાપર્યું" નહિ, તેમ પાપકાર પણ કર્યો નહિ.'
આ પ્રમાણે ભાવના ભાવતાં ભાવતાં અને આમતેમ ભમતાં તત્કાળ ઉત્પન્ન થયેલ કેવળજ્ઞાનથી દેીપ્યમાન એવા એક મુનીશ્વરને તેણે જોયા. તેમના મહિમાથી આવેલ દેવાએ રચેલ સુવર્ણ કમળ પર બિરાજમાન એવા તે મુનીશ્વરને નમસ્કાર કરીને ધનસાર તેમની પાસે બેઠા. પછી તેમણે કહેલ ધર્મ સાંભળી અવસર મેળવીને તેણે કેવળી ભગવ ́તને પૂછ્યું. કે :હું ભગવન્ ! હું કૃપણુ અને નિન કેમ થયા ? કેવળી ખેલ્યા કે હૈ ભવ્ય ! સાંભળ ઃ—
ધાતકીખ’ડના ભરતક્ષેત્રમાં કાઇ ધનાઢય શેઠને બે પુત્ર હતા. તેના પિતા મરણ પામ્યા, એટલે માટેાભાઈ ગૃહના નેતા થયા. તે ગભીર, સરલ, સારા આશયવાળા, દાતા અને સારા ભાવિક હતા, અને નાનાભાઇ કૃપણ અને લેાભી હતા. માટે જ્યારે દીનાદિકને દાન આપતા, ત્યારે નાના તેની ઉપર દ્વેષ કરતા હતા, અને દાન કરતાં તેને બળાત્કારથી અટકાવતા હતા, પણ માટાભાઈ અટકતા નહિ એટલે નાનેા તેનાથી ભાગ વહેચીને જુદા થયા. મોટાભાઇની લક્ષ્મી દાન દેતાં પુણ્યને પાષ મેળવાથી વૃદ્ધિ પામી અને દાન ન આપવાથી નાના ઉલટા દરિદ્રી થયેા. કહ્યું છે કે –કૂવા, બગીચા અને ગાય આદિની સપત્તિ જેમ આપવાથી વધે છે, તેમ દાન આપતાં લક્ષ્મી ક્ષીણ થતી નથી પણ ઉલટી અધિક વધે છે. સારા સ્થાનમાં રાખેલ થાપણની જેમ લક્ષ્મી દાતારના ફરી ફરી આશ્રય લે છે; પરંતુ ખંધનથી