________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
ર૯૩
સમ્યક્ત્વ સહિત પંચ અણુવ્રતરૂપ ગૃહસ્થ ધર્મને સ્વીકાર કર્યો. ત્યારથી તે અચિત્ત આહાર, પ્રાસુક જળપાન, અને નવકારમંત્રની ગણના કરવામાં તત્પર થયે અને શુભ ભાવના ભાવવા લાગ્યા.
એકદા દેરાસરમાં જઈ જિનેશ્વરને અને મુનિને વંદન કરીને તે બેઠે. તે વખતે બીજે એક પુષ્કલિક નામને શ્રાવક મુનિ પાસે પૂર્વે બેઠો હતો. તેણે મુનિને પૂછ્યું કે –“હે ભગવન્! આવા પ્રકારના વિવિધ વ્યાધિથી જર્જરિત થયેલા પુરુષને જિનમંદિરમાં આવીને જિનવંદન કરવું યુક્ત છે ? મુનિ બાલ્યા કે હે મહાભાગ ! અવગ્રહ જાળવીને અને આશાતના ટાળીને દેવવંદન કરવામાં શું દોષ છે ? સાધુઓ પણ મેલ અને પરસેવાથી મલિન દેહવાળા હોય છે, તેઓ તેવા સ્વરૂપે જ દેરાસરમાં દેવવંદન કરે છે.” એટલે ફરી પુષ્કલિક શ્રાવકે કહ્યું કે – આ મનુષ્ય કઈ ગતિમાં જશે ?” મુનિ જ્ઞાનના પ્રભાવથી બેલ્યા કે –“પૂર્વે આયુષ્ય બાંધેલ હોવાથી એ રાજપુરમાં તિર્યંચગતિમાં કુકડો થશે. તે વખતે તે કેદ્રીયો પેતાનું ભાવિ દુઃખ સાંભળીને અત્યંત રૂદન કરવા લાગે એટલે મુનિએ તેને બોધ આપે કે – હે સુજ્ઞ ! ખેદ ન કર. જેમ પ્રચંડ પવનથી ઉછળેલ સમુદ્રના તરંગનો પ્રચાર (ફેલાવો) કેઈથી અટકાવી ન શકાય તેમ પૂર્વ કર્મને વિપાકનો પ્રસાર કેઈથી અટકાવી ન શકાય. પંડિત પુરુષે કહી ગયા છે કે –“જીવને સુખ–દુખ આપનાર અન્ય કેઈ નથી, તે બીજું કઈ આપે છે એમ માનવું એ કુબુદ્ધિ છે. તે નિષ્ફર આત્મા પૂર્વે જે દુષ્કર્મ તે કર્યું છે, તેજ તારે ભોગવવું પડે છે, તેમજ વી – '