________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
રાણી હતી. તેમને ચંદ્રસેન અને વિજય નામના અગણિત ગુણવાળા બે પુત્ર હતા. પરંતુ પૂર્વકર્મના દોષથી પરસ્પરના તેજને સહન ન કરતાં કોઇને ધારણ કરી તે બંને દિવસે પસાર કરતા હતા. આ પ્રમાણે સમય પસાર થાય છે. એવામાં એક વખત રાજસભામાં બેઠેલા રાજાને દ્વારપાળે આવીને વિજ્ઞપ્તિ કરી કે –“હે રાજેદ્ર! દ્વાર પાસે ઉપસ્થિત થયેલા બે પુરુષ આપના દર્શનની અભિલાષા રાખે છે. એટલે રાજાએ કહ્યું કે –“તે ભલે અંદર આવે” પછી રાજાના આદેશથી બંનેએ રાજસભામાં આવી રાજાને નમસ્કાર કર્યા અને રાજાની આગળ એક પત્ર મૂકયો એટલે રાજા તેને ખેલીને પોતે વાંચવા લાગે, તેમાં નીચે પ્રમાણે લખ્યું હતું.
સ્વસ્તિશ્રી મગધેશ્વર, વિજયવંત, સમસ્ત, રાજાઓમાં મુગટસમાન ગંગા પર્યત પૃથ્વીના સ્વામી જયંત મહારાજાને પંચાગ નમસ્કાર કરીને કુરૂદેવ વિજ્ઞપ્તિ કરે છે કે – આપના ચરણકમલયુગલઢંદ્રના સ્મરણને પ્રભાવથી અમને આનંદ છે, પણ સીમાડાને સેવાલ રાજા અમારા દેશમાં બહુ ઉપદ્રવ કરે છે, માટે મને શરણરૂપ એવા તમેજ પ્રમાણ છે. આ પ્રમાણે વાંચીને કુરાયમાન ક્રોધથી જેના નેત્ર અરૂણ (રક્ત) થયા છે એ જયંત રાજા સૈનિકે અને સામે તેને કહેવા લાગ્યો કે - અરે! સુભટો! જુઓ તે ખરા, સૂતેલા સિંહનું શિર ખણવાને સસલો તૈયાર થયો છે. મૂઢ સેવાલ ત્યાં શું કરવા ઉપસ્થિત થયે હશે? માટે હે સુભટે ! તમે જલ્દી શસ્ત્ર બાંધી સજજ થાઓ.