________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
ધિષ્ઠિત વસ્તુઓ નગરમાં ફરતી હતી. રાજ્યને ધારણ કરે તેવા પુરુષની શેાધ કરવા માટે કરતી તે વસ્તુઓ ગામમાં બધે ફરીને બહાર નીકળી અને અમરસેનકુમાર જ્યાં સુતેલ છે ત્યાં પહેાંચી, એટલે તેના પર અકસ્માત કળશ ઢળ્યે, હાથી અને અવે ગર્જના કરી. હાથીએ પાતાની સુંઢથી ઉપાડી તેને પેાતાના મસ્તક પર બેસાડયા. વિસ્તૃત છત્ર સ્વયમેવ ઉઘડી ગયુ. અને ચામરા વીજાયા. એટલે દિવ્ય વેષ ધારણ કરી હાથીના સ્કંધ પર બેસી મત્રી, સામત અને નગરજનાથી પ્રણામપૂર્વક અભિનદિત કરાતા અને જયજયારવ સાંભળતા અમરસેને નગરમાં પ્રવેશ કર્યો અને નીતિપૂર્વક રાજ્ય કરવા લાગ્યા.
૪૦૪
વયરસેન ભાજનાદિ લઈને આવ્યા એટલે ભાઇને ન દેખવાથી તેના પત્તો મેળવીને મનમાં ચિતવવા લાગ્યા કે – ‘જો મેાટાભાઇએ રાજ્ય સ્વીકારવામાં મારી રાહ ન જોઇ તા હવે મારે તેની પાસે શા માટે જવું ? કારણ કે – વાઘ અને હાથીથી સેવિત વનમાં રહેવું સારૂં, વૃક્ષનું ઘર કરી પુષ્પ, ફળ અને જળનુ ભાજન કરી રહેવુ. સારૂં' તથા ઘાસની શય્યા અને અત્યંત જીણુ વલ્કલના વસ્ત્રો ધારણ કરવાં સારાં, પણ બંધુઓમાં ધનહીન કે માનહીન થઈને રહેવુ. સારૂ નહિ. માટે હવે મારે ભાઈની પાસે તેા ન જ જવું, કદી હું તેની પાસે જાઉં તે ભ્રાતૃત્વથી તે મને પાંચ સાત ગામ આપે પણ તે તે મારે યુગાંતે પણ લેવા નથી. કારણ કે –‘ પુરુષાર્થ યુક્ત પુરુષને પર સેવામાં પ્રેમ કયાંથી હેાય ? માન્મત્ત હાથીને ભેદી નાખનાર કેસરી શુ. ઘાસનું ભક્ષણ કદાપિ કરે ? ન જ કરે.