________________
૩પર
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
સુખ જણાય છે. આ દૃષ્ટાંતથી એમ સમજાય છે કે એકાંકીપણમાં જ મહાસુખ છે. વિસ્તારથી કલેશ થાય છે, અને સંક્ષેપથી સુખ જણાય છે; માટે એકાંકીપણામાં જ સુખ છે. હવે જો કઈ રીતે આજ રાત્રે મારે દાહ શાંત થઈ જાય તે મારે સર્વ સંગને ત્યાગ કરી એકાકી થઈને ચારિત્ર લેવું.” એમ વિચાર કરતાં નમિરાજાને નિદ્રા આવી ગઈ. સવારે તેણે સ્વપ્નમાં મૃત હાથી પર આરૂઢ થયેલ અને મેરૂ પર્વત પર રહેલ પિતાને જોયા. એવામાં સૂર્યોદય થતાં સુખ અને વાજીંત્રને શબ્દથી જાગ્રત થતાં પિતાને રોગરહિત જોઈને તે ચિંતવવા લાગે કે :- અહો ! આ મેં કેવું શુભ સ્વપ્ન જોયું! કારણ કે –“ગાય પર, બળદ પર; પર્વતના અગ્ર ભાગ પર, મહેલ પર, ફલિત વૃક્ષ પર અને હાથી પર આરોહણ કરેલ (ચઢેલ) પિતાને સ્વપ્નમાં દેખે તે તે શુભ ગણાય છે, પરંતુ પૂર્વે મેં
આ પર્વતમાં (શ્રેષ્ઠ) રાજા સમાનને જોયેલ છે.” એમ ચિંતવતા શુભ અધ્યવસાયથી તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી તેણે જાણ્યું કે –“પૂર્વે મનુષ્યભવમાં ચારિત્ર પાળીને હું દશમાં પ્રાણત દેવલોકમાં દેવ થયે હતો. તે ભવમાં જિનેશ્વરને જન્મત્સવ પ્રસંગે હું મેરૂ પર્વત પર આવ્યો હતો, તે વખતે મેં મેરૂગિરિ જોયો હતો. પછી પોતાની મેળે જ પ્રતિબંધ પામી પોતાના સામ્રાજ્ય પર પુત્રને બેસાડીને દેવતાએ આપેલ સાધુવેષ લઈ તેણે દીક્ષા અંગીકાર કરી.
નગરમાંથી નીકળતા નમિરાજર્ષિને જોઈને શકેદ્ર બ્રાહ્મણના વેષે તેમની પરીક્ષા કરવા આવ્યા અને બેલ્યા કે --“હે