________________
૨૫૦
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
આપી કે હે સ્વામિન! સુવર્ણ બાહુ રાજાને અહીં લાવીને વનમાં મૂક્યા છે. બીજુ હું કાંઈ જાણતું નથી. એટલે તેને ઈનામ આપીને રાજા વિમાનમાં બેસી ત્યાં આવ્યા, અને સુવર્ણબાહુને નમસ્કાર કરીને બે કે –“હે પ્રભે ! પુરમાં પધારે.” સુવર્ણ બાહુ રાજ બહુમાનપૂર્વક નગરમાં ગયા. નગરમાં ગયા પછી વિદ્યાધરપતિએ તેને કહ્યું કે –“મારે પદ્માવતી નામે પુત્રી છે. તેને એક હજાર સખીઓ છે, તેમણે પરસ્પર વિચાર કર્યો કે –“આપણે વિગ ન થાય માટે આપણે સર્વેએ એક પતિને વરે.” તે હકીક્ત જાણુને મેં નૈમિત્તિકને પૂછ્યું કે –“એમને પતિ કે શું થશે ?” એટલે તે જ્ઞાની નૈમિત્તિક બેલ્યો કે –“હે રાજન સુરપુર નામના નગરમાં રહેલે છ ખંડને અધિપતિ સુવર્ણબાહુ નામને ચકવતી એમને પતિ થશે.” એમ સાંભળીને હાથીરૂપે તમારૂં હરણ કરાવી હું તમને અહીં લાવ્યો છું, માટે તમે તેનું પાણિગ્રહણ કરે.” પછી સુવર્ણ બાહુએ તેમની સાથે લગ્ન કર્યા. ત્યાં બીજા વિદ્યાધરોએ પણ તેને પોતાની પુત્રીઓ પરણાવી, તથા દક્ષિણ શ્રેણિના સ્વામી રચૂડ વિદ્યાધર રાજાએ પણ પોતાની પુત્રી પરણવી, અને ત્યાંના બીજા વિદ્યાધરોએ પણ પોતાની ઘણી કન્યાઓ આપી. ત્યાં સુવર્ણ બહુ એકસર પાંચ હજાર કન્યાઓ પર કહ્યું છે કે –
"गुणैः स्नानच्युतस्यापि जायते, महिमा महान् । अपि भ्रष्ट तराः पुष्पं, जनैः शिरसि धार्यते" ॥