________________
૧૪૨
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
છવ નૃત્ય કરે છે. રાજાએ શેઠના મનને અતિશય રંજિત કર્યું. એમ કરતાં કેટલાક સમય પસાર થયો.
એકદા શેઠ પિતાની વાડી જેવાને ગયો. ત્યાં તે બંને કુમારો પક્ષીઓમાં લક્ષ્ય બાંધી હાથમાં ધનુષ્ય અને બાણ રાખી શિકારીના જેવી ચપળતા કરતાં તેના જેવામાં આવ્યા,
એટલે તે પાપકર્મને જેવાથી ઉત્પન્ન થયેલા કે પાપને લીધે - લાલ આંખ કરી શેઠે તેમને મારી અને તિરસ્કાર કરી અને તેમના ધનુષ્ય બાણ ભાંગી નાખ્યા. પછી તેમને બગીચાની બહાર કહાડી તેમના પિતાની પાસે જઈને શેઠ બોલ્યા કે – હે ભદ્ર! સાંભળતારા પુત્ર પાપી છે, માટે હવે એક ક્ષણભર પણ તારે અહીં રહેવું નહિ.” એ પ્રમાણે આક્ષેપ પૂર્વક કહીને તે સ્વસ્થાને ચાલ્યા ગયા. એવામાં રૂદન કરતાં પુત્રોને આવતા જોઈને રાજાએ તેમને નિવાર્યા કે હે વત્સ! તમે રૂદન ન કરે. એમાં મારાથી શું થઈ શકે? અહીં બીજા કોઈને દોષ નથી, માત્ર આ પણ કર્મને જ દેષ છે તેને કોની પાસે જઈને પિકાર કર. શેઠે પણ આવા એક જ અપરાધમાં મારા પુત્રોને કાઢી મૂકયા; પરંતુ દેવ પ્રતિકુળ હોય ત્યારે શું ન થાય? કારણ કે – "प्रतिकूले विधौ किंवा. सुधापि हि विषायते । रज्जुः सपीभवेदाशु, बिलं पातालतां भजेत् ॥ तमायते प्रकाशापि, गोष्पद सागरायते । सत्यं कूटायते मित्रं, शत्रुत्वेन प्रवर्चते" ॥