________________
૨૨ ૫. શ્રી કુંદકુંદદેવ કહે છે એ જ એકત્વ-વિભક્ત આત્માની વાત હું મારા નિજ વૈભવથી બતાવીશ. હે ભવ્ય
જીવો ! તમે એને તમારા અનુભવથી પ્રમાણ કરજો, જો કોઇ ભૂલ રહી જાય તો છળ ગ્રહણ નહિ કરતાં. ૬. આ એકત્વ-વિભક્ત આત્મા ન તો પ્રમત્ત છે, ન અપ્રમત્ત છે. એ તો એક જ્ઞાયક ભાવ જ છે અને જે
અનુભવના કાળે જણાયો તે તો તે જ છે. ૭. છતાં પણ વ્યવહારનયથી એમ કહેવામાં આવે છે, દર્શન-જ્ઞાન-ચારિત્ર એવા ભેદ છે, તો પણ નિશ્ચયથી
ન તો જ્ઞાન છે, ન તો દર્શન છે, ન તો ચારિત્ર છે – એ તો માત્ર જ્ઞાયકસ્વરૂપ જ છે. ૮. જે પ્રમાણે સ્વેચ્છ(અનાર્ય)નેસ્લેચ્છ ભાષા વિના સમજાવવું શક્ય નથી એવી રીતે વ્યવહાર વિના પરમાર્થનો
ઉપદેશ અશક્ય છે. એટલે જ્ઞાયકભાવને પણ વ્યવહારથી ભેદ કરીને સમજાવવો પડે છે. ૯. નિશ્ચયથી તો જે જીવ શ્રુતજ્ઞાન વડે માત્ર એક શુદ્ધાત્માને જાણે છે તેને નિશ્ચય શ્રુતકેવળી કહે છે. ૧૦. પણ વ્યવહારથી જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે તેમને વ્યવહાર શ્રુતકેવળી કહે છે. ૧૧. વ્યવહારનય અભૂતાર્થ છે અને નિશ્ચયનય ભૂતાર્થ છે. ભૂતાર્થના આશ્રયથી જ જીવ સમ્યગ્દષ્ટિ હોય છે,
થાય છે. ૧૨. જેઓ શુઇનય સુધી પહોંચી શ્રદ્ધાવાન થયા તથા પૂર્ણ જ્ઞાન-ચારિત્રવાન થઈ ગયા છે તેમને શુદ્ધાત્માનો
ઉપદેશ કરવાવાળો શુદ્ધનય જાણવા યોગ્ય છે અને જે જીવો અપરમભાવમાં સ્થિત છે, શ્રદ્ધા-જ્ઞાનચારિત્રના પૂર્ણભાવને પહોંચી શક્યા નથી, સાધક અવસ્થામાં જ સ્થિત છે, તેઓ વ્યવહારનય દ્વારા
ઉપદેશ કરવા યોગ્ય છે. ૧૩. ભૂતાઈથી જાણેલ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવ તત્ત્વજ
સમ્યગ્દર્શન છે. ભૂતાર્થનયને નિશ્ચયનય અને શુદ્ધનય પણ કહે છે. ૧૪. જે નય આત્માને બંધરહિત અને પરના સ્પર્શથી રહિત(અબદ્ધસ્કૃષ્ટ), અન્યત્વરહિત (અનન્ય),
ચલાચલતારહિત(નિયત), વિશેષરહિત(અવિશેષ) તેમજ અન્યના સંયોગથી રહિત(અણસંયુક્ત) દેખે
છે, જાણે છે; હે શિષ્ય ! તું તેને શુદ્ધનય જાણ. ૧૫. જે આત્માને અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, અવિશેષ તથા નિયત અને અસંયુક્ત દેખે છે, તે સંપૂર્ણ જિનશાસનને
દેખે છે, કારણ કે સમસ્ત જિનશાસનનો સાર એક શુદ્ધાત્મા જ છે. ૧૬. સાધુ પુરુષ દર્શન-જ્ઞાન-ચારિત્રનું સદા સેવન કરવું જોઈએ, વળી એ ત્રણેને નિશ્ચયથી એક આત્મા જ
જાણો. ૧૭. જેમ કોઇ ધનનો અથ પુરુષ રાજાને જાણીને તેની શ્રદ્ધા કરે છે અને પછી તેનું પ્રયત્નપૂર્વક અનુચરણ કરે
છે, તેની એક લગનથી સેવા કરે છે. ૧૮. ઠીક એવી જ રીતે મોક્ષના ઇચ્છુક પુરુષોએ જીવરૂપી રાજાને જાણવો જોઈએ અને પછી તેનું શ્રદ્ધાન કરવું
જોઈએ, ત્યાર બાદ તેનું જ અનુચરણ કરવું જોઈએ; અર્થાત્ અનુભવ વડે તેમાં તન્મય થવું જોઈએ.