________________
આ વિષયમાં કોઈ સંદેહ નથી કે અશુભભાવ જેમ બંધનરૂપ છે એમ જ પુણ્ય-બંધના કારણ રૂપ શુભભાવ પણ બંધનરૂપ છે. શુદ્ધ દૃષ્ટિથી બેડીઓ લોખંડની હોય કે સોનાની હોય - બંને બંધનરૂપ છે. બંનેથી છૂટકારો મળતાં જ મુક્તિ થશે, એના પહેલાં નહિ. છતાં પણ અશુભભાવ અને શુભભાવના બંધનમાં બહુ જ મોટું અંતર રહેલું છે. બંનેના સમાન રૂપથી હેય - છોડવા યોગ્યની કોટિમાં નથી રાખી શકાતા. કલ્પના કરો - બે વ્યક્તિ છે. એકની પાસે એક રદી પથ્થરનો ટુકડો છે અને બીજા પાસે એટલા જ વજનનો બહુમૂલ્ય મણિ છે. જો કે વજનની દૃષ્ટિએ બંને બરાબર છે. બંને જ પથ્થર છે, છતાં પણ બંનેમાં શોભા-કાન્તિ અને મૂલ્યની દૃષ્ટિએ કેટલું મોટું અંતર છે ! જેમ પાષાણ (પથ્થર)ની અપેક્ષા મણિનું મહત્ત્વ અને ગૌરવ છે, એમ જ બંધ રૂપ હોવા છતાં અશુભભાવની અપેક્ષા શુભભાવોનું મહત્ત્વ અને ઉપયોગિતા છે. માટે શુભભાવ સર્વથા હેય નથી, પણ અમુક સ્થિતિ સુધી ઉપાદેય છે. અશુભ અને શુભ ભાવોને એક કોટિમાં (પક્ષમાં) રાખીને કેટલાક આધુનિક એકાંત નિશ્ચયનયવાદીઓએ અધ્યાત્મના સાધકો સામે અનેક શંકાઓ (ભ્રમણાઓ) ઊભી કરી દીધી છે.
સૌથી મોટી ભ્રાંતિ (ભ્રમ) એમણે એ ફેલાવી કે - “વ્રત, મહાવ્રત, નિયમ, સંયમ, દયાદાન વગેરે બધા રાગભાવ છે. રાગભાવમાં ધર્મ નથી. એ (માત્ર) કેવળ પુણ્ય-બંધ હેતુ છે - માટે રાગભાવ છે. એને છોડવો જોઈએ.
આ કેટલો મોટો વ્યામોહ અને મિથ્યા પ્રરૂપણ છે. પોતાના પકડેલા એકાંત કદાગ્રહના કારણે અનેક ભદ્રિક અને ભોળાં પ્રાણીઓના વીતરાગ-પરમાત્મા દ્વારા પ્રરૂપિત સંવર ધર્મથી વિમુખ કરવાનું ભયંકર પાપ છે. આ વીતરાગ દેવના શાસન પ્રત્યે ગંભીર વિદ્રોહ છે. દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી વગેરે બધા જૈન ધર્માવલંબી વ્રત-મહાવ્રત-સંયમ વગેરે સંવરને ધર્મરૂપમાં સ્વીકાર કરે છે; જ્યારે કેટલાક તથાકથિત અધ્યાત્મવાદી* આને રાગભાવ કહીને હેય બતાવે છે. રાગભાવ તો વીતરાગ દશા પ્રાપ્ત થયા પહેલાં સુધી બધા ગુણ સ્થાનવર્તી જીવોમાં પ્રાપ્ત થાય છે. તો એનાથી નીચેનાં બધાં ગુણસ્થાન એમના મતાનુસાર સર્વથા અશુદ્ધ લાગે છે. આ દૃષ્ટિકોણથી સમ્યગુદૃષ્ટિ ગુણસ્થાન, દેશવિરતિ, સર્વવિરતિ, શ્રેણી-આરોહણ, કષાયોની ઉત્તરોત્તર મંદતા વગેરે બધા અશુદ્ધ થવાથી વર્જિત થાય છે. જ્યારે શાસ્ત્રકારોએ શ્રેણી આરોહણના સમય-પ્રતિસમય ઉત્તરોત્તર વિશોધિનું વિસ્તૃત વિવેચન કર્યું. જ્યારે એ તથાકથિત અધ્યાત્મવાદીઓ અનુસાર વ્યવહાર-અભૂતાર્થ છે, વાસ્તવિક નથી, માટે વ્યવહારસમ્યકત્વમાં ચતુર્થ ગુણસ્થાન નથી હોતું. પરંતુ ચતુર્થ ગુણસ્થાન વગર પંચમાદિ ગુણસ્થાનોની સ્થિતિ નથી બનતી. પંચમાદિ ગુણસ્થાનોમાં દેશવ્રત, સર્વવ્રત, કષાયમંદતા વગેરે શુભભાવ જોવા મળે છે, તો ચતુર્થ ગુણસ્થાનવર્તીિ શુદ્ધ નિશ્ચય સમ્યકત્વની અપેક્ષા વ્રત વગેરે શુભભાવવાળા પંચમાદિ ગુણસ્થાનવર્તી જીવોની ભૂમિકા સ્વયમેવ ઊંચી સિદ્ધ થઈ જાય છે. 1 * આ માન્યતા દિગંબર સંપ્રદાયની એક નૂતન શાખા કાનજી સ્વામી, સોનગઢવાળાની છે. (૬)) ( ) 00 00 જિણધો]