Book Title: Jina Dhammo Part 01
Author(s): Nanesh Acharya
Publisher: Akhil Bharatvarshiya Sadhumargi Jain Sangh

View full book text
Previous | Next

Page 526
________________ જીવ તત્ત્વના પ્રકરણમાં પ્રમાણપૂર્વક પ્રતિપાદિત કર્યું છે કે પૃથ્વીકાય, અપૂકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય - આ ષજીવ નિકાય છે. પરંતુ દાર્શનિક અને જૈનેતર લોકો પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિમાં અન્ય અવ્યક્ત ચેતનાવાળા પ્રાણી જગતના જીવ રૂપ માનતા નથી. અનેક પ્રમાણોના આધાર પર આ એકેન્દ્રિયાદિ જીવોમાં ચેતનાનું અસ્તિત્વ પ્રમાણિત કરવામાં આવ્યું છે. જે જીવ પ્રકરણમાં જોઈ શકાય છે.) તેથી આ સૂક્ષ્મ ચેતનાવાળા જીવોનું જીવતત્વનું અપલાય કરવું જીવ સંબંધી મિથ્યાત્વ છે. આ રીતે કેટલાય વેદાંતી વગેરે દર્શન સંસારના સમસ્ત જીવાજીવાદિ પદાર્થોને બ્રહ્મના પર્યાય માને છે. આ માન્યતા અનુસાર ઘડા વગેરે જડ પદાર્થ - અજીવ તત્ત્વ પણ જીવ રૂપ સિદ્ધ થાય છે. કારણ કે તે બ્રહ્મ(ચેતન)ના પર્યાય મનાય છે. આ અજીવને જીવ રૂપ માનવું મિથ્યાત્વ છે. સ્થાપના નિક્ષેપ રૂપ કાષ્ઠ પાષાણ અથવા ધાતુની બનેલી જીવાદિની આકૃતિનો સાક્ષાત્ તન્નુરૂપ માનવું પણ મિથ્યાત્વ છે. કૃત્રિમ અથવા સાક્ષાત્ પ્રતિકૃતિ રૂપ મૂર્તિને એ જ રૂપમાં માનવું અલગ વાત છે, પરંતુ તેને જીવત્વ અથવા દેવત્વના રૂપમાં સ્વીકાર કરી લેવું અને એને વંદનીય પૂજનીયના રૂપમાં માનવું - આ મિથ્યાત્વના અંતર્ગત આવે છે. જેમ કે ઘોડાનું ચિત્ર અથવા આકૃતિ જોઈને ઘોડાનું ચિત્ર કહી શકાય છે, સાક્ષાત્ ઘોડા નહિ. તે રીતે પ્રતિમાના સંબંધમાં જાણવું જોઈએ. (૭-૮) : સાધુને અસાધુ અને અસાધુને સાધુ સમજવા જે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ રૂપ પાંચ મહાવ્રતોનું પાલન કરે છે, ઈર્ષા સમિતિ વગેરે પાંચ સમિતિઓ અને મનોગુપ્તિ વગેરે ત્રણ ગુપ્તિઓની આરાધના કરે છે. ક્રોધ-માનમાયા-લોભ રૂપ ચાર કષાયોને ટાળે છે, જે પાંચ ઇન્દ્રિયોને વશમાં રાખે છે, જે મન-વચનકાયને શુભયોગમાં લગાવે છે, જ્ઞાન-ધ્યાન-ત્યાગ-વૈરાગ્યમાં જે તલ્લીન રહે છે, વિતરાગ દેવો દ્વારા પ્રરૂપિત અણગાર ધર્મનું પાલન કરે છે, આ સાધુ કહેવાય છે. “સાથયતિ સ્વર alvinતિ સાથ:” જે પોતાના અને પરાયાના હિતને સાધે છે, અર્થાત્ આત્મકલ્યાણ અને જનકલ્યાણના કાર્યમાં જે લાગ્યા રહે છે તે સાધુ છે. સાધુની આ પરિભાષા અનુસાર જે આચરણ કરે છે. જેમના આચાર-વિચાર અને વ્યવહાર ઉપર્યુક્ત મહાવ્રતાદિ નિયમોની મર્યાદાના અંતર્ગત છે. આવા સાધુ-પુરુષોને અસાધુ માનવા સાધુ સંબંધી મિથ્યાત્વ છે. અનેક લોકો સાધુત્વ અને અસાધુત્વના ગુણ-દોષોનો વિચાર કર્યા વગર પોતાની મનઃ કલ્પિત ધારણાઓ અને માન્યતાઓના ત્રાજવા પર તોલે છે. કતિપય અન્ય તીર્થ મહાવ્રતધારી જૈન સાધુઓને એ કહીને તિરસ્કાર કરે છે કે - “આ સ્નાન કરતા નથી.” બાળ બ્રહ્મચારી સાધુઓના માટે કહે છે કે - “આમની સગતિ થઈ શકતી નથી કારણ કે “મપુત્રી તિસ્તિ” અર્થાત્ પુત્રહીનની સદ્ગતિ થતી નથી. આવું શાસ્ત્રનું વાક્ય છે.” એમનું આ પ્રકારે કહેવું સાધુ સંબંધી મિથ્યાત્વનું સૂચક છે. જે રીતે સાધુત્વના ગુણોથી યુક્તને અસાધુ માનવા મિથ્યાત્વ છે, તે રીતે અસાધુને સાધુ માનવા પણ મિથ્યાત્વ છે. સંસારમાં ઘણા આવા સાધુ વેશધારી લોકો છે જે સાધુત્વના ગુણથી રહિત છે. હિંસા કરનાર, જૂઠું બોલનાર, પરિગ્રહ રાખનાર, કંચન-કામિનીના ભોગી, ગાંજો [ મિથ્યાત્વ છે 00000000000000/૫૦૯)

Loading...

Page Navigation
1 ... 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538