________________
દસ પ્રકારના ભવનપતિ દેવ રહે છે. પ્રત્યેક પ્રસ્તરના મધ્યમાં એક હજાર યોજનની પોલાર છે. જેમાં ત્રણ લાખ નરકાવાસ છે. એમાં અસંખ્યાત કુંભીઓ છે અને અસંખ્યાત નૈરયિક જીવ છે. એનું દેહમાન ઉત્કૃષ્ટ ૭૧૧૧ ધનુષ અને છ આંગળનું છે. તેનું આયુષ્ય જઘન્ય દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ એક સાગરોપમ છે. આ નરકની ઊંચાઈ એક રાજૂ અને ઘનાકાર વિસ્તાર દસ રાજૂ-પ્રમાણ છે.
(૨) શર્કરપ્રભા : બીજુ નરક પૃથ્વી શર્કરા (કંકર) સદશ હોવાથી શર્કરા પ્રભા કહેવાય છે. આ એક રાજૂની ઊંચાઈ અને સત્તર રાજૂના ઘનાકાર વિસ્તારમાં સ્થિત છે. એમાં એક લાખ બત્રીસ હજાર યોજનાનો પૃથ્વી પિંડ છે. તેમાંથી એક-એક હજાર ઉપર-નીચેનો ભાગ છોડીને એક લાખ ત્રીસ હજારનો પોલાર છે. આ પોલારમાં અગિયાર પ્રસ્તર અને દસ અંતર છે. પ્રત્યેક પ્રસ્તર ત્રણ હજાર યોજનનો છે અને પ્રત્યેક અંતર ૯૭૦૦ યોજનાનો છે. અંતર ખાલી છે અને પ્રત્યેક પ્રસ્તરના મધ્યમાં એક હજાર યોજનની પોલારમાં પચીસ લાખ નરકાવાસ છે. આમાં અસંખ્યાત કુંભીઓ અને અસંખ્યાત નૈરયિક જીવ છે. એનું દેહમાન ઉત્કૃષ્ટ પંદર ધનુષ અને બાર આંગળ છે. અને આયુ જઘન્ય એક સાગરોપમ તથા ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમનું છે. આમાં તથા આગળની ભૂમિઓમાં કાંડ નથી, કારણ એમાં શર્કરા, બાલુકા આદિ સર્વત્ર એક છે.
(3) બાલુકાપ્રભા : બાલુકા (રેત) પ્રધાન હોવાથી આ ભૂમિનું નામ બાલુકાપ્રભા છે. આ એક રાજૂની ઊંચાઈમાં તથા બાવીસ રજુ ઘનાકાર વિસ્તારમાં સ્થિત છે. આમાં એક લાખ અઠ્ઠાવીસ હજાર યોજનાનો પૃથ્વી પિંડ છે. એમાંથી ઉપર અને નીચે એક-એક હજાર યોજના છોડીને વચમાં એક લાખ છવ્વીસ હજાર યોજનનો પોલાર છે. એમાં નવ પ્રસ્તર અને આઠ અંતર છે. પ્રત્યેક પ્રસ્તર ત્રણ હજાર નવસો યોજનાનું છે અને પ્રત્યેક અંતર ૧૨૩૭૫ યોજનનો છે. અંતર બધું ખાલી છે પ્રત્યેક પ્રસ્તરના મધ્ય એક હજાર યોજનની પોલારમાં પંદર લાખ નરકાવાસ છે. આમાં અસંખ્યાત કુંભીઓ અને અસંખ્યાત નારકી જીવ છે. એનો દેહમાન ઉત્કૃષ્ટ ત્રણસો અગિયાર ધનુષનો, આયુષ્ય જઘન્ય ત્રણ અને ઉત્કૃષ્ટ સાત સાગરોપમનું છે.
(૪) પંકપ્રભા : કીચડની અધિકતા થવાથી ચોથી નરકભૂમિને પંકપ્રભા કહે છે. આ એક રાજૂની ઊંચાઈમાં અને અઠ્ઠાવીસ રજુ ઘનાકાર વિસ્તારમાં અવસ્થિત છે. આમાંથી એક લાખ વીસ હજાર યોજનાનો પૃથ્વી પિંડ છે. તેમાંથી ઉપર અને નીચે એક-એક હજાર યોજન છોડીને વચમાં અગિયાર હજાર આઠસો યોજનાનો પોલાર છે. આમાં સાત પ્રસ્તર અને છ અંતર છે. પ્રત્યેક પ્રસ્તર ત્રણ હજાર યોજનાનો છે અને પ્રત્યેક અંતર ૧૬૧૬૬.૨/૩ યોજનનું છે. બધા અંતર ખાલી છે. પ્રત્યેક પ્રસ્તરના મધ્ય એક હજાર યોજનની પોલારમાં દસ લાખ નરકાવાસ છે. આ નારકી જીવોનું દેહમાન ઉત્કૃષ્ટ ૬૨૧૧ ધનુષનું હોય છે અને આયુ જઘન્ય સાત સાગર અને ઉત્કૃષ્ટ દસ સાગરોપમનું હોય છે.
(૫) ધૂમપ્રભા : ધૂમની અધિકતાના કારણે આ પાંચમી નરકભૂમિને ધૂમપ્રભા કહે છે. એક રજ્જુની ઊંચાઈમાં તથા ચોત્રીસ રજુ ઘનાકાર વિસ્તારમાં આ સ્થિત છે. આમાં [ ચાર ગતિઓનું વર્ણન D છે ,
૩૩૦)