________________
અર્થાત્ વેદ વિહિત હોવા છતાં પણ ધર્મનો હેતુ થઈ શકતો નથી. ઉત્સર્ગ અને અપવાદનો ઉદ્દેશ એક જ હોય છે. હિંસામાં ધર્મ માનવો પોતાના પુત્રને મારીને રાજ્યની લિસાના સમાન નિંદિત છે. હિંસાને ધર્મ માનવો, અધર્મમાં ધર્મ માનવા રૂપ મિથ્યાત્વ છે.
પ્રશ્ન થઈ શકે છે કે - “જ્યાં યોગોની પ્રવૃત્તિ છે ત્યાં આસ્રવ અવશ્ય થાય છે અને યોગોની પ્રવૃત્તિના વગર ધર્મારાધના થવી પણ કઠિન છે. આવી સ્થિતિમાં અધર્મનો ધર્મ માનવા રૂપ મિથ્યાત્વથી આત્માનો બચાવ કેવી રીતે થઈ શકે છે ?” સમાધાન એ છે કે - “શુદ્ધ શ્રદ્ધાવાન વ્યક્તિ વ્યાપારિક દૃષ્ટિકોણ રાખે છે. જેમ વણિક ખર્ચ કરવામાં પ્રસન્ન થતાં નથી, પરંતુ ખર્ચ કર્યા વગર વેપાર થતો નથી. અને વેપાર કર્યા વગર કમાણી થવી સંભવ નથી. તેથી કમાણીના માટે ખર્ચ કરવાની આવશ્યકતા છે. તો પણ ચતુર વેપારી એ ધ્યાન રાખે છે કે જેટલા ઓછા ખર્ચમાં કામ ચાલે, ચલાવવું જોઈએ.” છેલ્લે ખર્ચ અને આમદનીનો હિસાબ લગાવવા પર ખર્ચ પણ લાભ જેટલો અધિક હોય છે, તેટલી જ તેને પ્રસન્નતા હોય છે. આ પ્રકારે ધાર્મિક જન ધર્મકાર્યમાં ગમનાગમન વગેરે આરંભમાં જ ખર્ચ થાય છે, તેની ખુશી માનતા નથી. ઊલટાનું તેમાં આરંભમાં (ક્રિયા-પાપ) જ માને છે, પરંતુ આ આરંભના નિમિત્તથી જે આત્મગુણોની વૃદ્ધિ સ્વ-પર આત્માનો ઉપકાર રૂપ જે લાભ થાય છે તેમાં ધર્મ માને છે. આવી શુદ્ધ શ્રદ્ધા રાખવાથી આ મિથ્યાત્વથી બચી શકાય છે.
(૨) ધર્મને અધર્મ સમજવો : અહિંસામય ધર્મ જ શુદ્ધ ધર્મનું સ્વરૂપ છે. જેમ સ્વર્ણની પરીક્ષા છેદ અને તાપ દ્વારા થાય છે. જે સ્વર્ણ આ પરીક્ષાઓમાં ખરું ઊતરે છે તે જ સ્વર્ણ હોય છે. આ રીતે શુદ્ધ ધર્મની કસોટી અહિંસા છે. અહિંસાની કસોટી પર જે ધર્મ ખરો ઊતરે છે તે જ શુદ્ધ ધર્મ છે. “આચારાંગ સૂત્ર'માં વીતરાગ પરમાત્માએ પ્રરૂપિત કર્યું છે :
सव्वे पाणा, सव्वे भूया, सव्वे जीवा, सव्वे सत्ता, ण हंतव्वा, ण अज्जावेयव्वा, ण परिघेतव्वा, ण परियावेयव्वा, ण उद्दवेयव्वा । एस धम्मे सुद्धे, णिइए सासए, સમિષ્યનોયે યomહિં પણ છે
- આચારાંગ, હૃ.-૧, અ-૪, ઉદ્દે-૧ બધાં પ્રાણી (બે ઇન્દ્રિયાદિ), બધી વનસ્પતિ, બધા જીવ પંચેન્દ્રિય અને બધા સત્વ (પૃથ્વીકાયિકાદિ)ને દંડા આદિથી મારવા ન જોઈએ. તેમના પર આજ્ઞા કરવી ન જોઈએ, તેમને દાસની જેમ અધિકારમાં ન રાખવા જોઈએ. તેમને શારીરિક કે માનસિક સંતોષ દેવો ન જોઈએ. અને તેને પ્રાણાત રહિત ન કરવો જોઈએ. આ ધર્મ શુદ્ધ છે, નિત્ય છે અને શાશ્વત છે. લોક સ્વરૂપના જ્ઞાતા તીર્થકરોએ આ ધર્મ પ્રતિપાદિત કર્યો છે. | તીર્થકર દેવે ઉક્ત આગમ વાક્ય દ્વારા અહિંસાને શાશ્વત અને શુદ્ધ ધર્મ કહ્યો છે. એમણે ધર્મની કસોટી બતાવી દીધી છે. આ કસોટી પર જે ધર્મ ખરો ઊતરે તે જ ધર્મ છે. અન્યથા અધર્મ છે. અહિંસામય ધર્મ જ નિત્ય છે, શાશ્વત છે, શુદ્ધ છે. આવા અહિંસામય ધર્મને અધર્મ સમજવો મિથ્યાત્વ છે.
આવા અહિંસામય ધર્મને મિથ્યાત્વ મોહનીયના ઉદયથી કુગુરુઓના ઉપદેશથી ભ્રમમાં પડીને અધર્મ કહેવો, જીવોની રક્ષા કરવામાં, દયા કરવામાં, મરતા જીવોને બચાવવા અઢાર પાપ બતાવવા, અનુકંપાને સાવધ બતાવવા વગેરે ધર્મને અધર્મના રૂપમાં સમજવો મિથ્યાત્વનું ઉદાહરણ છે. (૫૦) આ છે D SO OK જિaધમોએ