________________
નિશ્ચાયક છે અને વ્યવસાયાત્મક છે. સત્તામાત્રને ગ્રહણ કરનાર નિર્વિકલ્પક-જ્ઞાન અને અવગ્રહથી પૂર્વ થનારા દર્શન (અવ્યક્ત બોધ) પ્રમાણ નથી, કારણ કે એનાથી પદાર્થના સ્વરૂપનો નિશ્ચય નથી થતો.
સંશય-વિપર્યય-અનધ્યવસાય : જ્ઞાનમાત્ર પ્રમાણ નથી, પણ જે જ્ઞાન વ્યવસાયાત્મક હોય છે, એ જ પ્રમાણ કોટિમાં આવે છે. જો જ્ઞાનમાત્રને પ્રમાણ માનવામાં આવે તો વિપર્યય, સંશય અને અનધ્યવસાયને પણ પ્રમાણ કહેવું પડશે, કારણ કે જ્ઞાન માત્રા તો એમાં પણ છે. ભલે પછી તે વિપરીત હોય, શંકિત હોય કે અનિર્ણત હોય. સંશય-વિપર્યય અને અનધ્યવસાયની પ્રમાણતાનો નિષેધ કરવા માટે જે પ્રમાણને વ્યવસાયાત્મક કે નિશ્ચયાત્મક કહેવામાં આવ્યો છે. વસ્તુને વિપરીત રૂપમાં ગ્રહણ કરવું વિપર્યય કહેવાય છે. જેમ છીપલાને ચાંદી સમજી લેવી કે દોરીને સાપ સમજી લેવો. વિપર્યયમાં વસ્તુનો એક ધર્મ જાણવામાં આવે છે અને તે વિપરીત જ હોય છે. માટે તે મિથ્યાજ્ઞાન છે. સંશયમાં એક જ વસ્તુની અનેક કોટિઓનું જ્ઞાન હોય છે, જેમ કે અંધારામાં દૂરવર્તી સૂંઠાને જોઈને સંદેહ થવો કે આ સ્થાણુ છે કે પુરુષ. ના તો સ્થાણુત્વને સિદ્ધ કરનાર કોઈ ચિહ્ન પ્રતીત થાય છે કે ના પુરુષત્વના બાધક જ કોઈ ચિહ્ન ઉપલબ્ધ થાય છે. એવી સ્થિતિમાં દોલાયમાન જ્ઞાન થાય છે જે ક્યારેક સ્થાણુત્વની તરફ તથા ક્યારેક પુરુષત્વની તરફ નમે છે. આ દોલાયમાન જ્ઞાન સંશય (શંકા) છે. આ નિશ્ચય રૂ૫ ન હોવાથી અપ્રમાણ છે. માર્ગમાં ચાલતા સમયે અન્યત્ર ઉપયોગ (ધ્યાન) હોવાથી તૃણ વગેરેના સ્પર્શને “કંઈક છે' એવો અસ્પષ્ટ બોધ થાય છે, તે અનધ્યવસાય કહેવાય છે. એમાં કોઈ વસ્તુનો નિશ્ચય નથી થઈ શકતો, માટે અનધ્યવસાયને પ્રમાણરૂપ નથી માનવામાં આવ્યો.
વિપર્યયમાં વસ્તુનો એક અંશ નિશ્ચિત હોય છે, પછી ભલે તે વિપરીત નિશ્ચય હોય. જ્યારે સંશયમાં વસ્તુના બંને અંશો અનિશ્ચિત હોય છે. આ વિપર્યય અને સંશયમાં ભેદ છે. સંશયમાં વસ્તુના વિશેષ અંશનો નિશ્ચય તો નથી થતો પણ એનો સ્પર્શ થાય છે, જ્યારે અનધ્યવસાયમાં વસ્તુના વિશેષ અંશનો સ્પર્શ પણ નથી થતો. આ સંશય અને અનધ્યવસાયમાં અંતર છે. સંશય, વિપર્યય અને અનધ્યવસાય વસ્તુના નિશ્ચાયક નથી હોતા, તેથી જ્ઞાન હોવા છતાંય પ્રમાણ કોટિમાં નથી આવતા. એ ત્રણેય સમ્યકજ્ઞાન નથી, મિથ્યાજ્ઞાન છે, માટે પ્રમાણ નથી.
પ્રમાણ ચતુટ્ય સિદ્ધિ પ્રમાણના લક્ષણમાં કહ્યું છે કે તે સ્વ-પરને જાણનાર હોય છે. “સ્વ”નો અર્થ છે જ્ઞાન અને “પર”નો અર્થ છે પદાર્થ. જે જ્ઞાન પોતાના સ્વયંને અને ઘટ-પટ વગેરે પદાર્થને જાણે છે તે પ્રમાણ છે. જેનાચાર્યોએ પ્રમાણના લક્ષણમાં “સ્વ-પર' શબ્દનો ઉલ્લેખ વિશેષ પ્રયોજનને લઈને કર્યો છે. એ પ્રયોજન છે - શૂન્યવાદી બૌદ્ધો અને જ્ઞાનાદ્વૈતવાદી વેદાંતદર્શનની માન્યતાઓને નિરસ્ત કરવી. (૩૮)
છે. આ છે જિણધમો)